Gujarat Exclusive > દેશ-વિદેશ > કર્ણાટકમાં ઓક્સિજનની અછતને પગલે 24 દર્દીના મોત

કર્ણાટકમાં ઓક્સિજનની અછતને પગલે 24 દર્દીના મોત

0
33

બેંગલુરૂ: દેશમાં ઓક્સિજનની અછતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. કર્ણાટકના ચામરાજનગરમાં ઓક્સિજનની કમીને કારણે 24 દર્દીના મોત થયા છે. એક હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને પગલે 24 દર્દીના જીવ ગયા છે. દૂર્ઘટના બાદ મૈસૂરથી ચામરાજનગર માટે 250 ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવ્યા હતા.

ચામરાજનગર હોસ્પિટલને બેલ્લારીથી ઓક્સિજન મળવાના હતા પરંતુ ઓક્સિજન આવતા મોડુ થઇ ગયુ હતું જેને કારણે 24 લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. જીવ ગુમાવનારા મોટાભાગના દર્દી વેન્ટિલેટર પર હતા. ઓક્સિજનનો પુરવઠો પૂર્ણ થઇ ગયા બાદ દર્દીઓ તડપવા લાગ્યા હતા અને તેમનું મોત થયુ હતું.

આ પહેલા કાલાબુર્ગીની કેબીએન હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને પગલે ચાર દર્દીના મોત થયા હતા. આ દિવસે યગદિર સરકારી હોસ્પિટલમાં લાઇટ જતી રહેતા વેન્ટિલેટર પર રહેલા એક દર્દીનું મોત થયુ હતું. છેલ્લા એક અઠવાડિયામાં કર્ણાટકની કેટલીક હોસ્પિટલમાં કેટલાક લોકોના મોત ઓક્સિજનની કમીને કારણે થયા છે.

કર્ણાટકમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 16 લાખની પાર થઇ ગઇ છે. રવિવારે 37 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 217 દર્દીના આ મહામારીને કારણે મોત થયા હતા. કોરોના સંક્રમિતોને બેડ અને ઓક્સિજનની કમીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલા દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને પગલે 8 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat