Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બાપુનગરમાં રેમડેસિવિરની 24 શીશીઓ સાથે 3 શખ્સોને SOGએ ઝડપી પાડ્યા

બાપુનગરમાં રેમડેસિવિરની 24 શીશીઓ સાથે 3 શખ્સોને SOGએ ઝડપી પાડ્યા

0
29
  • બજાર કરતા ઉંચા ભાવે વેચીને લોકો સાથે ઠગાઈ કરતા હતા

  • ઝાયડ્સ બાયોટેક કંપનીમાંથી શીશીની ચોરી કરી ઈન્જેક્શન બનવતા હોવાનો પર્દાફાશ થયો

  • બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડી આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદ: બાપુનગરની એક દુકાનમાં રેમડેસીવીર ઈન્જેક્શનની 24 શીશીઓ સાથે 3 શખ્સોને અમદાવાદ એસઓજીએ ઝડપી લીધા હતા. આ ત્રણેય શખ્સો પૈકી એક શખ્સ જાયડસ બાયોટેક કંપનીમાં કામ કરતો હોવાથી ત્યાંથી શીશી ચોરી કરીને લાવતો ત્યાર બાદ બીજા બંન્ને શખ્સો રેમડેસીવીર ઈન્જેક્શન બનાવીને બજાર કરતા ઉંચા ભાવે વેચીને લોકો સાથે ઠગાઈ કરતા હતા. જો કે એસઓજીની ટીમે આ તમામ ઘટનાનો પર્દાફાસ કરી 3 શખ્સોની ધરપકડ કરી હતી.

શહેરમાં કોરોના મહામારીમાં અત્યંત જરૂરી એવા રેમડેસીવીરના ઈન્જેક્શનની કાળા બજારી ચાલી રહી હોવાની વાતને નકારી શકાય તેમ નથી. રાજ્ય પોલીસવડાના આદેશ બાદ શહેર એસઓજી કાળા બજારી અટકાવવા માટે સતત પેટ્રોલીંગ કરી રહી હતી.

દરમિયાનમાં બાતમી મળી હતી કે, બાપુનગરના ખોડીયાર નગર ચાર રસ્તા પાસે જય સતાધારનગર વિભાગ 4 માં પટેલ પ્રિન્ટીંગ નામની દુકાનમાં ત્રણ શખ્સો રેમડેસીવીર ઈન્જેક્શનોની કાચની બુચવાળી શીશીઓ ધરાવીને બજાર કરતા ઉંચા ભાવે વેચીને કાળા બજારી કરી રહ્યા હતા. જેના પગલે એસઓજીની ટીમે તે જગ્યાએ દરોડો પાડ્યો હતો. જ્યાં રેમડેસીવીર ઈન્જેક્શનની કાચની બુચવાળી 24 શીશીઓ મળી આવી હતી. જેના પગલે હાર્દિક વસાણી, મિલનભાઈ સવસવીયા અને દેવલ કસવાળાની ધરપકડ કરી હતી.

પુછપરછ દરમિયાન એવુ સામે આવ્યુ હતુ કે આ ત્રણેય શખ્સો કોરોના સંક્રમીત થયેલા દર્દીઓ તથા તેમના પરીવારજનોને આ શીશીઓ બજાર કરતા ઉંચા ભાવે વેચીને તેમની સાથે અને ઠગાઈ કરતા હતા. બીજી બાજુ એસઓજીની ટીમે શીશીની તપાસ કરતા શીશી પર સ્ટીક કે એકસ્પાયરી ડેટ જોવા મળ્યુ ન હતુ. જેમાં મિલન નામનો આરોપી જાયડસ બાયોટેક પાર્ક કપંનીમાં કર્મચારી હોવાથી કંપનીમાંથી શીશીઓ ચોરી કરીને લાવતો હતો.

ત્યાર બાદ હાર્દીક અને દેવલ બંન્ને રેમડેસીવીર ઈન્જેક્શન બનાવતા હતા અને લોકોને ઉંચા ભાવે વેચતા હતા. બીજી તરફ એસઓજીની ટીમે ફુડ અને ડ્રગ્સ વિભાનની પણ મદદ લઈને વધુ તપાસ હાથધરી હતી. જોકે ઇન્જેક્શનમાં શું ભરતા હતા તે અંગે એસઓજીએ તપાસ હાથ ધરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)