Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોનાના 23,529 નવા કેસ, 311 દર્દીએ ગુમાવ્યો જીવ

દેશમાં કોરોનાના 23,529 નવા કેસ, 311 દર્દીએ ગુમાવ્યો જીવ

0
43

નવી દિલ્હી: દેશમાં કોરોનાની ધીમી ઝડપ વચ્ચે સંક્રમણના 23,529 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 28,718 લોકો મહામારીને હરાવીને સ્વસ્થ થયા છે. જે બાદ કોરોનાથી અત્યાર સુધી સ્વસ્થ થનારાઓની સંખ્યા દેશમાં 3,30,14,898 થઇ ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં COVID-19ના એક્ટિવ દર્દી હવે ઘટીને 2,77,020 લાખ થઇ ગયા છે.

છેલ્લા 24 કલાકમાં 311 દર્દીઓએ મહામારીથી જીવ ગુમાવ્યો છે. જે બાદ દેશમાં કોરોના સંક્રમણથી મૃતકોની સંખ્યા 4,48,062 થઇ ગઇ છે. દેશમાં 3,37,39,980 કોરોનાના કેસ છે. ભારતમાં અત્યાર સુધી 88,34,70,578 લોકોને કોરોના વેક્સીનેશન કરવામાં આવી ચુક્યુ છે.

છેલ્લા 24 કલાકમાં 65,34,306 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે. ભારતીય તબીબી અનુસંધાન પરિષદ (ICMR) અનુસાર ભારતમાં કાલે કોરોના વાયરસ માટે 15,06,254 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. કાલ સુધી કુલ 56,89,56,439 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે.

દેશમાં કોવિડ વેક્સીનેશનનો આંકડો 88 કરોડ (88,28,81,552)ને પાર પહોચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં કાલ સાંજે 7 વાગ્યા સુધી વેક્સીનના 59 લાખ (59,48,118)થી વધુ ડોઝ લગાવવામાં આવ્યા છે.

કોરોના અપડેટ

24 કલાકમાં ભારતમાં 23,529 નવા કેસ
રિકવરી: 28,718
મોત: 311
સક્રિય કેસ: 2,77,020
કુલ કેસ: 3,37,39,980
કુલ ડિસ્ચાર્જ: 3,30,14,898
કુલ મૃત્યુ: 4,48,062
કુલ વેક્સીનેશન: 88,34,70,578

આ પણ વાંચો: ભવાનીપુરમાં કલમ 144 વચ્ચે મતદાન, BJPનો આરોપ- TMCએ બૂથ કેપ્ચરિંગ માટે મશીન બંધ કરાવ્યા

દેશમાં કોરોનાનો કહેર

રાજ્યની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કેરળમાં COVID19ના 12,161 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન રાજ્યમાં 155 લોકોના મોત થયા છે. મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,741 નવા કેસ સામે આવ્યા છે અને કોરોનાથી 1 મોત થયુ છે. રાજ્યમાં કુલ 93,660 કેસ છે. જેમાંથી સક્રિય કેસ 16,841 છે.

અત્યાર સુધી કુલ 76,512 લોકોને મહામારીથી સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધી સંક્રમણથી કુલ 307 મોત થયા છે. આસામમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 366 નવા કેસ સામે આવ્યા છે. 507 રિકવરી થઇ અને 7 લોકોના કોરોનાથી મોત થયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat