Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં 2 દિવસમાં 6 અલગ-અલગ અકસ્માતમાં 23ના મોત

ગુજરાતમાં 2 દિવસમાં 6 અલગ-અલગ અકસ્માતમાં 23ના મોત

0
85
  • ગુજરાતમાં ગમખ્વાર અકસ્માતનો સીલસીલો યથાવત
  • આજે 5, તો બુધવારે 23 લોકોએ અકસ્માતમાં ગુમાવ્યો પોતાનો જીવ

ગાંધીનગર: ગુજરાતમાં દિવાળીના તહેવારોના સમયમાં અકસ્માતના (Gujarat Road Accident) પ્રમાણમાં ચિંતાજનક વધારો થયો છે. રાજ્યમાં માત્ર બે દિવસમાં જ અકસ્માતમાં 23 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે અમદાવાદ, સુરત અને જામનગરમાં અકસ્માતમાં 5 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

અમદાવાદના નહેરૂબ્રિજ પર કાર ચાલકે સાયકલ સવારને ટક્કર મારતા સાયકલ સવારનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. નેહરૂ બ્રિજ પર સાયકલને ટક્કર મારી કાર ચાલક પોતાનું વાહન મૂકીને ફરાર થઇ ગયો હતો. “વડીલ સુખાકારી યોજના”ની આ કાર હોવાનું જાણવા મળે છે. આ (Gujarat Road Accident) બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આજ રીતે જામનગર-ખંભાળિયા હાઇવે પર અકસ્માતમાં (Gujarat Road Accident) 2 મહિલાના ઘટનાસ્થળે મોત થયા હતા. જામનગર-ખંભાળિયા વચ્ચે ખાટિયા પાટિયા પાસે કાર પુલ પરથી 20 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. આ કારમાં 5 લોકો સવાર હતા જેમાંથી 2 મહિલાઓને માથાના ભાગે ગંભીર ઇજા થતા બન્નેના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે કાર ચાલક સહિત 3 પુરૂષને ગંભીર ઇજા થતા તેમણે સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ભોગ બનેલો પરિવાર દ્વારકાનો આહીર પરિવાર હોવાનું સામે આવ્યુ છે.

જ્યારે સુરતમાં નંદાવ પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત (Gujarat Road Accident) સર્જાતા 2 લોકોના મોત થયા હતા. સુરતમાં નેશનલ હાઇવે 48 કોસંબાના નંદાવ પાટિયા નજીક પણ અકસ્માત સર્જાયો હતો. મુંબઇથી અમદાવાદ તરફના માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા તે સામેના ટ્રેક પરથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત (Gujarat Road Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

આ પણ વાંચો:  દિવાળીનું મિની વેકેશન પૂર્ણ, આજથી વેપાર-ધંધા પુન: ધમધમતા થયા

આજ રીતે ગઈકાલે બુધવારે પણ રાજ્યમાં 3 અલગ-અલગ અકસ્માતની (Gujarat Road Accident) ઘટનામાં 18 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વાઘોડિયા હાઇવે પર આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 12 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે સુરેન્દ્રનગરના લખતર હાઇવે પર કાર ઝાડ સાથે અથડાતા 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત આણંદમાં પણ ઝાડ સાથે કાર અથડાતા 2 લોકોના મોત થયા હતા. આ રીતે રાજ્યમાં બુધવારે ત્રણ અલગ અલગ અકસ્માતની (Gujarat Road Accident) ઘટનામાં 18 લોકોના મોત થયા છે.