Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 6 મનપા ચૂંટણી પરિણામઃ પ્રારંભમાં કેસરિયો દબદબો, પરંતુ આપ-મીમે ભાજપ-કોંગ્રેસના શ્વાસ અદ્ધર કર્યા

6 મનપા ચૂંટણી પરિણામઃ પ્રારંભમાં કેસરિયો દબદબો, પરંતુ આપ-મીમે ભાજપ-કોંગ્રેસના શ્વાસ અદ્ધર કર્યા

0
36

આપ સુરતમાં અને મીમ અમદાવાદમાંખાતુ ખોલવા તરફ અગ્રેસર

અમદાવાદઃ ગુજરાતમાં 6 મનપાની ચૂંટણીના પરિણામો આવતા પ્રારંભિક ટ્રેન્ડ (2021 Result Trend)માં કેસરિયો દબદબો જોવા મળ્યો. તેમ છતાં આપ અને AIMIMએ ભાજપ-કોંગ્રેસ બંનેના શ્વાસ અદ્ધર કરી રાખ્યા હતા. ભાવનગર, જામનગરમાં ભાજપની પેનલો જીતી ગઇ. ભાવનગરમાં 7 અને 11માં તો જામનગરમાં 5,9 અને 13માં ભાજપની પેનલના તમામ ઉમેદવારોએ ભવ્ય જીત મેળવી.

પ્રથમ વાર ગુજરાતમાં કોઇ પણ જમીની તૈયારી વિના ચૂંટણીમાં ઝંપલાવનારી અસદુદ્દીન ઓવૈસી પાર્ટી AIMIMએ અમદાવાદમાં બહેરામપુરા અને રખિયાલ સહિત 4 વોર્ડમાં તેના ઉમેદાવારો શરૂઆતના રુઝાનમાં આગળ ચાલી રહ્યા હતા. જ્યારે આપે સુરતમાં આશા બંધાવી હતી.

આ પણ વાંચોઃ 2015માં કોંગ્રેસે રાજકોટ-જામનગરમાં ટક્કર મારી, છતાં 6 મનપામાં કેસરિયો લહેરાયો

મકતમપુરામાં કોંગ્રેસની નિલમ પાછળ

અમદાવાદમાં મકતમપુરામાં કોંગ્રેસની ચર્ચાસ્પદ ઉમેદવાર નિલમ દિવાન પ્રારંભિક ટ્રેન્ડમાં પાછળ ચાલી રહ્યાં હતાં. અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં, રાજકોટના વોર્ડ નં. 10માં બીજેપીની પેનલનો ભારે બહુમતીથી વિજય થયો.
સુરતમાં 16 બેઠકો પર ભાજપ આગળ જ્યારે 5 બેઠકો પર કૉંગ્રેસ આગળ. રાજકોટમાં 11 બેઠકો પર ભાજપ આગળ, વડોદરામાં 11 બેઠકો પર ભાજપ આગળ, જામનગરમાં 10 બેઠકો (2021 Result Trend) પર ભાજપ આગળ, ભાવનગરમાં 9 બેઠર પર ભાજપ આગળ છે.

મોટાભાગની બેઠકો પર ભાજપ આગળ

અસરાવા વોર્ડમા પ્રથમ રાઉન્ડ (2021 Result Trend)માં ભાજપ પેનલ આગળ, જોધપુર વોર્ડમા ભાજપ આગળ છે. રાજકોટમાં વોર્ડ નંબર 7માં ભાજપના તમામ ઉમેદવારો આગળ છે. રાજકોટના વોર્ડ ન.10 માં ભાજપના તમામ ઉમેદવાર આગળ છે. ભાવનગરના વોર્ડ નંબર 1 – ચિત્રા ફુલસર વોર્ડમાં કોંગ્રેસની પેનલ આગળ છે.

આ પણ વાંચોઃ LIVE: અમદાવાદ મનપા ચૂંટણીની મતગણતરી, ભાજપ-48, કોંગ્રેસ 14 બેઠક પર આગળ

6 મનપામાં 576 પૈકી 226નો ટ્રેન્ડ

હાલના પરિણામ પ્રમાણે, 175 બેઠકો પર ભાજપ આગળ છે જ્યારે 38 બેઠક પર કોંગ્રેસ અને 14 બેઠકો પર 13 અન્ય પક્ષો આગળ ચાલી રહ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat