Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 2015માં કોંગ્રેસે રાજકોટ-જામનગરમાં ટક્કર મારી, છતાં 6 મનપામાં કેસરિયો લહેરાયો

2015માં કોંગ્રેસે રાજકોટ-જામનગરમાં ટક્કર મારી, છતાં 6 મનપામાં કેસરિયો લહેરાયો

0
78

વડોદરા અને સુરતમાં ભાજપની 1-1 બેઠક બીનહરિફ હતી, 7  અપક્ષ જીત્યા હતા

અમદાવાદઃ 6 મનપાની ચૂંટણીના મતોની ગણતરી મંગળવારે શરુ થઇ ગઇ. ત્યારે 2015ના ચૂંટણી પરિણામો (2015 Election  result)પર નજર કરીએ તો કોંગ્રેસ રાજકોટ અને જામનગરમાં ટક્કર આપી હતી. છતાં તમામ મનપામાં ભાજપનો કેસરિયો લહેરાયો હતો. તેને 1-1 બેઠક બિનહરિફ પણ મળી હતી. જ્યારે અમદાવાદમાં એક, જામનગરમાં બે અને વડોદરામાં 4 અપક્ષ ઉમેદવારોએ જીત હાંસલ કરી હતી.

આપ અને મીમને કારણે પરિણામોમાં થોડો ફેર પડી શકે

2015ની ચૂંટણી (2015 Election  result)માં અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા અને સુરત એમ તમામ કોર્પોરેશનમાં ભાજપની સરકાર બની હતી. આ વખતે મુખ્ય પક્ષો ભાજપ-કોંગ્રેસ ઉપરાંત કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ) અને ઓવૈસીની AIMIM પણ મેદાનમાં છે. આપે તો તમામ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. જ્યારે મીમે ગણતરીની લઘુમતી વર્ચસ્વાળી બેઠકો પર લડવાની તેની નીતિ અપનાવી છે.

છેલ્લા કલાક સિવાય ચૂંટણીનો આખો દિવસ નિરસ

ગુજરાતમાં નવી બે પક્ષોના આગમનથી ચૂંટણી જંગ માં રસાકસીની સંભાવના હતી. પરંતુ રવિવારે સંપન્ન થયેલા મતદાનમાં નિરસતાને જોતા 2015ના પરિણામોની જેમ આ વખતે પણ તમામ મનપામાં ભાજપ જ ફરી સત્તા કબજો કરશે તેવી પુરે પુરી સંભાવના છે. કારણ કે ચૂંટણીના દિવસે સાંજે 5 વાગ્યા સુધી મતદાનની ટકાવારી માત્ર 30-32 ટકા જેટલી જ હતી. પરંતુ છેલ્લા એક અને તે પણ અડધા કલાકમાં 18-19 ટકા જેટલું મતદાન વધી જતાં લોકોને આશ્ચર્ય થયું હતું.

ભાજપ  અને કોંગ્રેસ બંનેને પેનલોની ચિંતા

આવી પરિસ્થિતિમાં ભાજપને ચોક્કસ લાભ થઇ શકે છે. અગાઉ પણ એવા કિસ્સા થયા છે કે છેલ્લા રાઉન્ડમાં ભાજપે વિજય નોંધાવ્યો હોય. જો કે આ વખતે ભાજપે આ વખતે ઉમેદવારીના 3 કડક નિયમો બનાવતા પીઢ નેતાઓ અને તેમના સમર્થકોમાં નારાજગી હતી. જેથી ભાજપની પેનલો તૂટવાની શક્યતા જણાય છે.

તેવી જ રીતે કોંગ્રેસે ઉમેદવારોની છેલ્લી ઘડીએ પણ પસંદગી નહીં કરી મેન્ડેટથી કામ ચલાવતા. જ્યાં જ્યાં તેની પેનલો હતી. તે પણ રિપીચ થવાની કોંગ્રેસને ખુદને આશંકા છે.

2015ના પરિણામો કોને કેટલી બેઠક  2015 Election  result

    • અમદાવાદ- (કુલ બેઠક-192)
    • ભાજપ             કોંગ્રેસ          અપક્ષ
    • 142                   49                01
    • રાજકોટ (કુલ બેઠક-72)
    • ભાજપ               કોંગ્રેસ        અપક્ષ
    • 38                       34            00
    • સુરત (કુલ બેઠક-116)
    • ભાજપ               કોંગ્રેસ        અપક્ષ
    • 76                        36           00
    • વડોદરા (કુલ બેઠક-76)
    • ભાજપ               કોંગ્રેસ        અપક્ષ
    • 57                       14              4
    • ભાવનગર (કુવ બેઠક-52)
    • ભાજપ                કોંગ્રેસ        અપક્ષ
    • 34                        18           00
    • જામનગર (કુલ બેઠક-64)
    • ભાજપ               કોંગ્રેસ          અપક્ષ
    • 38                       24                02

(નોંધઃ સુરત અને વડોદરામાં 1-1 બેઠક ભાજપને બિનહરિફ મળી હતી)

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat