Gujarat Exclusive > ગુજરાત > 2008 સીરિયલ બોમ્બ બ્લાસ્ટ, 70 દિવસ પહેલાં માહિતી આપનારા અધિકારીને માત્ર રુ. 250નું ઇનામ

2008 સીરિયલ બોમ્બ બ્લાસ્ટ, 70 દિવસ પહેલાં માહિતી આપનારા અધિકારીને માત્ર રુ. 250નું ઇનામ

0
1838

પૂર્વ IB ઓફીસર બળવંત સિંહ કુંપાવતે તત્કાલીન એડિશનલ ડીજીને વિસ્ફોટો અંગે લેખિતમાં જાણ કરી હતી. છતાં ઘટના બાદ જાણે સજારુપે સરહદના અતંરિયાળ ગામમાં તેમની બદલી કરી સરકારી વાહનો પણ પાછા લઇ લેવાયા હતા. જેથી બળવંત સિંહને પગપાળ ફરજ પર જવું પડ્યું હતું. આવો જાણીએ બ્લાસ્ટની 12મી વરસીએ તેમની યાદો શું કહે છે……..

ગોઝારી ઘટનાની 12મી વરસીઃ 70 મિનિટ, 21 બ્લાસ્ટ, 56 મોતોથી અમદાવાદ ધ્રુજી ઊઠ્યું હતું.

આજે પણ અમદાવાદીઓને ભોગ બનેલા પોતાના સ્વજનોને ગુમાવવાની યાદ સતાવે છે

મનોજ કે. કારીઆ, અમદાવાદઃ 26 જુલાઇ 2008નો દિવસ દોઢ દાયકા પહેલાંનો કોઇ પણ અમદાવાદી ભાગ્યે જ ભૂલી શકશે. એ દિવસ અમદાવાદીઓ માટે કાળો દિવસ બની ગયો હતો. 70 મિનિટમાં આતંકી હુમલામાં એક પછી એક 21બોમ્બ બ્લાસ્ટથી આખુ અમદાવાદ હચમચી ઊઠ્યું હતું. 56 લોકોએ જીવ ગુમાવ્યાહતા અને 240 લોકો ઘવાયા હતા. એ ગોઝારી ઘટનાને રવિવારે બરોબર 12 વર્ષ પુરા થઇ ગયા.

26 જુલાઇના એ આતંકી હુમલામાં અમદાવાદે એવો નઝારો જોયો હતો, જેની યાદ આજે પણ તેમના મન-મસ્તિકમાં અંકિત છે. આ દિવસ આજે પણ અમદાવાદીઓને ભોગ બનેલા પોતાના સ્વજનોને ગુમાવવાના દુઃખની યાદ અપાવે છે. હુમલામાં ભોગ બનેલાના શરીર પરના ઘા તો રૂઝાયા છે. પણ આત્મા પર પડેલા યાતનાના ઘા હજુ રૂઝાયા નથી.
બ્લાસ્ટ કેસોમાં હજુ તો સુનાવણી ચાલે છે. કાનૂની આંટીઘૂંટી વચ્ચે આરોપીઓને સજા થવામાં ઘણો સમય લાગ્યો. કેટલાંય એવા કિસ્સાં ઘરબાયેલા છે જેમની પીડાનો કોઇ ઇલાજ નથી. બ્લાસ્ટમાં અનેક અમદાવાદી પરિવારો નંદવાયા હતા.
ખુબ જ ગંભીર વાત એ છે કે ઇન્ટેલિજન્સ બ્રાન્ચ (IB)ના તત્કાલીન અધિકારીર બળવંત સિંહ કુંપાવતે 70 દિવસ પહેલાં આ આતંકી હુમલા અંગે આગોતરી જાણ કરી હતી. પરંતુ કમનસીબે માહિતી હોવા છતાં ગુજરાત પોલીસ તેને રોકવામાં નિષ્ફળ રહી હતી. પરિણામે અમદાવાદ શહેરમાં ધાણીફૂટ બોંબ ફૂટયાં હતા. સદ્દનસીબે સુરતમાં તે બોંબ ફૂટી શક્યા ન હતા. નહીંતર મૃત્યુઆંત વધી ગયો હોત.

બે ફેઝમાં બ્લાસ્ટની આતંકીઓની યોજના

આતંકીઓ દ્વારા પૂર્વ નિયોજિત રીતે કરાયેલો આ હુમલો બે ફેઝમાં હતો. પહેલાં તેમણે અમદાવાદની સિટી માર્કેટને ટાર્ગેટ કર્યું હતું. પછી સ્વભાવિક છે કે ઘવાયેલાઓને હોસ્પિટલોમાં લઇ જવાય, તેથી બીજા ફેઝમાં આંતકવાદીઓએ અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને એલ.જી. હોસ્પિટલોમાં પણ બ્લાસ્ટ કર્યા હતા.

આ પણ વાંચોઃ સરકાર ઉથલાવવા ‘પથ્થલગડી’ આંદોલનની યોજના ઘડતા 3 માઓવાદીઓ ઝડપાયા

ઇન્ડિયન મુજાહૂદ્દિનની 5 મિનિટ પહેલાં ઇ-મેઇલમાં ધમકી

26 જાન્યુઆરી 2008ની ઘટનાના તુરંત બાદ કેટલીક ન્યૂઝ ચેનલોએ માહિતી આપી હતી કે બ્લાસ્ટના 5 મિનિટ પહેલાં તેમને 14 પાનાનો ઇ-મેઇલ મળ્યો હતો. આતંરી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના એ મેઇલમાં સ્પષ્ટરુપે ધમકી અપાઇ હતી કે, ” ગુજરાત કા બદલા લેને કે લિયે 5 મિનિટ ઇંતજાર કરેં…. યે 2002 કે દંગો કા બદલા હૈ.”

ભારતીય સમય પ્રમાણે 6 વાગીને 41 મિનિટના સમયના એ મેઇલમાં ધમકી અપાઇ હતી કે ,

“ભારતીય મુઝાહિદ્દીન ફરીથી હુમલો કરવા જઇ રહ્યા છે. જે કાંઇ પણ તમે કરી શકો છો, અત્યારથી 5 મિનિટની અંદર કરી લો. નહીંતર મોતનો આતંક મહેસુસ કરવા તૈયાર થઇ જાવ.” …. અને 5 મિનિટ પછી સાચેજ અમદાવાદ ધણધણી ઊઠયુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ પણ વિધાનસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચોઃ સાબરમતી જેલમાં મોબાઇલ-તમાકુની 11 પડીકી સહિત SRP જવાન ઝડપાયો

આ ગોઝારી ઘટનાના 70 દિવસ પહેલાં હાલ નિવૃત્ત જીવન ગાળી રહેલા તત્કાલીન ઇન્ટેલિજન્સ ઓફીસર બળવંતસીંહ કુંપાવત IBના તત્કાલિન એડીશનલ DGને લેખિતમાં માહિતી આપી હતી કે ગુજરાત કે દેશના અન્ય રાજયોમાં વિસ્ફોટોનું આંતકવાદીઓનું કાવતરું છે. તેમણે હિંદુ સંગઠનના નેતાઓ તેમ જ ભાજપના રાજયના અને રાષ્ટ્રીય નેતાઓ પર ફીદાયીન હુમલા થવાની યોજના હોવાની પણ નક્કર માહિતી આપી હતી.

અમદાવાદમાં થયેલા બોંબ ધડાકા બાદ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુનેગારોને પકડનારાને 51 લાખનું ઇનામ જાહેર કર્યું હતું. પરંતુ આગોતરી જાણ કરનારા ઇન્ટેલિજન્સ ઓફિસરને માત્ર 250 રૂપિયાનું ઇનામ અપાયું હતું. તેથીય વિશેષ તેમને સન્માનવાને બદલે જાણે સજારૂપે સરહદ સમી સૂઇ ગામ ડીસા ખાતે બદલી કરવામાં આવી હતી. હદ તો એ હતી કે જયારે તેઓ ફરજ પર હાજર થયા ત્યારે આઇ.બી. વિભાગમાં ઉપલબ્ધ જીપ અને બાઇક પણ પાછાં લઇ લઇ લેવાયા હતા જેથી તેમને સરહદ પર પગપાળા જ ફરજ બજાવી પડી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતના 4 DSP રેન્કના અધિકારીઓને IPS કેડર ફાળવવામાં આવી

IM સંગઠનના નામનો ઘટસ્ફોટ પણ કર્યો હતો

સીમી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તેમ છતાં બાબરી ધ્વંસનો બદલો લેવા સીમીના સભ્યો તથા ઇન્ડિયન મુજાહીદ્દિન ( IM )નામનું આંતકવાદી સંગઠન કાવતરું ઘડી રહ્યાં હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ  ઇન્ટેલિજન્ટ ઓફીસર બળવંતસિંહ કુંપાવતે કર્યો હતો. આ કાવતરામાં ગુજરાતના ગહમંત્રી હરેન પંડયાના હત્યા કેસના આરોપી મહંમદ રઉફે સક્રિય ભૂમિકા ભજવી હોવાની પણ જાણકારી કચેરીને આપી હતી.