Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં કરફ્યુનો કડક અમલ, પ્રથમ દિવસે જાહેરનામા ભંગના અનેક ગુના નોંધાયા

અમદાવાદમાં કરફ્યુનો કડક અમલ, પ્રથમ દિવસે જાહેરનામા ભંગના અનેક ગુના નોંધાયા

0
53
  • પહેલા જ દિવસે પોલીસ એક્શનમાં, 24 કલાકમાં 250 ગુના નોંધ્યાં

અમદાવાદ: દિવાળી બાદ જીવલેણ કોરોના વાઈરસે (Corona Virus) વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. કોરોના સંક્રમણને કાબૂમાં (Corona Outbreak In Ahmedabad) કરવા માટે અમદાવાદમાં 57 કલાકના સંપૂર્ણ કરફ્યુનો (Ahmedabad Curfew) સખ્તીથી પાલન કરવામાં આવી રહ્યું છે. જેને પગલે (Ahmedabad Police) પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે.

અમદાવાદ કરફ્યુના (Ahmedabad Curfew) પ્રથમ દિવસે જ પોલીસે જાહેરનામા ભંગના અનેક ગુના નોંધ્યાં છે. શુક્રવારે રાત્રે 9 વાગ્યે શરુ થયેલા કરફ્યુ બાદ શનિવારે રાત્રે 9 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન અમદાવાદ પોલીસે (Ahmedabad Police) જાહેરનામા ભંગના 250 ગુના નોંધાયા છે, જ્યારે 300 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

આ અંગે કંટ્રોલ DCP હર્ષદ પટેલે જણાવ્યું કે, અમદાવાદમાં કરફ્યુના (Ahmedabad Curfew) સમય દરમિયાન બહાર ફરવા નીકળેલા 250 લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. જેમાં 300 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ સિવાય છેલ્લા 3 દિવસમાં પોલીસે (Ahmedabad Police) માસ્ક પહેર્યા વિના ફરવા નીકળેલા લોકો પાસેથી 15 લાખનો દંડ વસૂલ્યો છે. જેમાં ગુરુવારે 489, શુક્રવારે 834 અને શનિવારે 177 મળીને કુલ 1500 લોકો પાસેથી 1000 રૂપિયા લેખે દંડ વસૂલવામાં આવ્યો છે.

આ પણ વાંચો: શું છે ‘વેત્રીવેલ યાત્રા’; જેના થકી ભાજપ તમિલનાડુમાં ‘કમળ’ ખિલવવા માંગે છે?

જણાવી દઈએ કે, અમદાવાદમાં કરફ્યુના (Ahmedabad Curfew) કડક અમલ માટે શહેરમાં ઠેર-ઠેર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં પ્રવેશતા દરેક એન્ટ્રી પોઈન્ટ પર બેરિકેડ ગોઠવીને લોકોને અટકાવાઈ રહ્યાં છે. DCP અને સ્થાનિક પોલીસ (Ahmedabad Police) દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને બિનજરૂરી બહાર નીકળતા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.