Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > 20 વર્ષ જુના Rape કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીને મુક્ત કર્યોઃ બેન્ચે આપ્યુ રસપ્રદ તારણ

20 વર્ષ જુના Rape કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીને મુક્ત કર્યોઃ બેન્ચે આપ્યુ રસપ્રદ તારણ

0
589
  • સુપ્રીમ કોર્ટે કહ્યું- બંને એક બીજાના પ્રેમમાં પાગલ હતા
  • યુવક અને યુવતી 4 વર્ષ સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 20 વર્ષ જુના બળાત્કાર (Rape)ના કેસમાં આરોપીને મુક્ત કરી દીધો. એટલું જ નહીં તેને છોડી મુક્તા ચુકાદામાં બહુ જ રસપ્રદ તારણ પણ આપ્યું. સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે કહ્યું કે કોઇ મહિલા ચાકુની અણીએ દુષ્કર્મ થયા બાદ આરોપીને પ્રેમ પત્ર ન લખે અને તેની સાથે 4 વર્ષો સુધી લિવ ઇન રિલેશનશિપમાં પણ ન રહે.

આ કેસમાં મહિલાએ 20 વર્ષ પહેલાં એક વ્યક્તિ પર દુષ્કર્મ (Rape) અને છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો. જેને ટ્રાયલ કોર્ટ અને ઝારખંડની હાઇકોર્ટે સ્વીકારી આરોપીને દોષી ઠેરવ્યો હતો.

આ પણ વાંચોઃ 30મીએ બાબરી ધ્વંસ કેસનો ચુકાદોઃ Uma Bhartiએ કહ્યું- ફાંસી મંજૂર પણ જામીન નહીં માંગું

યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કર્યા તો ફરિયાદ કરી

મહિલાએ એફઆઇઆરમાં કહ્યું હતું કે આરોપીએ તેની સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. તેથી તે બંને પતિ-પત્ની તરીકે રહેતા હતા. પરંતુ 4 વર્ષ બાદ 1999માં જ્યારે યુવકે અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા તો યુવતીએ દુષ્કર્મ અને વચનભંગનો કેસ નોંધાવી દીધો.

મહિલાએ પોતાની વર્ષ બહુજ નાની દર્શાવી હતી

જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ નવીન સિંહા અને જસ્ટિસ ઇન્દિરા બેનરજીની બેન્ચને સૌથી પહેલાં મહિલાએ દર્શાવેલી ઉંમરના દાવા પર શંકા ગઇ. મહિલાએ કહ્યું હતું કે ઘટનાના સમયે 1995માં તેની વય 13 વર્ષની હતી. જ્યારે 1999માં જ્યારે તેણે FIR નોંધાવી તો મેડિકલ તપાસમાં તેની વય 25 વર્ષ જણાઇ. એટલે મહિલાએ તેની વય 8 વર્ષ ઓછી બતાવી હતી. એટલે કે 1995માં તેની વય 21 વર્ષ હતી.

શું કહ્યું સુપ્રીમ કોર્ટની બેન્ચે?

“બંને એક બીજાના પ્રેમમાં પાગલ હતા. તેથી બંનેએ શારીરિક સંબંધો પણ બનાવ્યા અને લાંબા સમય સુધી એવું કરતા રહ્યા. મહિલા યુવકના ઘરમાં પણ રહી. અમારી નજરમાં 4 વર્ષ બાદ પુરુષના લગ્નના બરાબર 7 દિવસ પહેલાં એફઆઇઆર નોંધવાવવાથી મહિલાની ફરિયાદ સામે ગંભીર શંકા સર્જાય છે.”

આ પણ વાંચોઃ Meerut: હાર્પિક નાંખી પતિનું ગુત્તાંગ સળગાવ્યું, બાળકોને કેફી દૃવ્ય પીવડાવી રંગરેલિયા મનાવતી મહિલા પકડાઇ

ધર્મ બંનેના લગ્ન આડે આવ્યા Rape

સુપ્રીમ કોર્ટને આ કેસમાં સાક્ષીઓની સઘન પુછપરછમાં જણાવ્યું કે મહિલા અને પુરુષ વિવિધ ધર્મની છે. જે બંનેના લગ્નમાં સૌથી મોટી અડચણ બન્યું. મહિલાનો પરિવાર ચર્ચમાં લગ્ન કરાવવા માગતો હતો. જ્યારે યુવકનો પરિવાર મંદિરમાં લગ્ન માટે અડેલું હતું.

જસ્ટિસ નવી સિંહાએ ચુકાદો લખતા કહ્યું કે,

“યુવક અનુસુચિત જાતિનો છે. જ્યારે યુવતી ખ્રિસ્તી છે. બંનેની આસ્થા અલગ છે. બંને એક જ ગામના છે, તેથી એક બીજાને સારી રીતે જાણતા હતા. એક બીજાને લખેલા પ્રેમપત્રોને આધારે કહી શકાય કે બંને વચ્ચે લાંબા સમય સુધી પ્રેમ રહ્યો અને તે ચરમસીમાએ પહોંચ્યો.”

સુપ્રીમ કોર્ટે આપી ધારદાર દલીલ Rape

ચુકાદામાં કહેવાયું કે

“બંને એક-બીજાના પ્રેમમાં પાગલ હતા. મહિલાને ધાર્મિક સમસ્યાઓની જાણ હતી. તો પણ શારીરિક સંબંધ બાંધી રાખ્યા. જો બંનેના લગ્ન થઇ જાત તો મહિલા દુષ્કર્મ (Rape)નો આરોપ ન લગાવત. તેણે કહ્યું કે તેણે યુવકને પત્ર લખ્યો નથી. પરંતુ પુરાત તેનાથી એકદમ વિપરિત છે. બંનેના પત્રોથી ખબર પડે છે કે યુવક તેની સાથે લગ્ન કરવા માંગતો હતો.”

આ પણ વાંચોઃ લોનના હપ્તામાં રાહત પર બેન્કોના વ્યાજ અંગેનો નિર્ણય બેથી ત્રણ દિવસમાં

સુપ્રીમ કોર્ટની બેન્ચે વધુમાં કહ્યું કે પુરાવાના આધારે આ માનવું સંભવ નથી કે યુવક ક્યારેય પણ મહિલા સાથે લગ્ન કરવા માંગતો નહતો અને તેણે મહિલાને છેતરીને તેની સાથે સંબંધ બાંધ્યો હોય. મહિલાએ પોતાના પ્રેમપત્રોમાં આ વાત અનેક વખત સ્વીકારી છે કે પુરુષનો પરિવાર તેના પ્રત્યે બહુ સારો વ્યવહાર રાખતો હતો.