Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદના શાળા સંચાલક મંડળનો નિર્ણય, કોરોનામાં અનાથ બનેલા વિદ્યાર્થીઓની 2 વર્ષની ફી માફ

અમદાવાદના શાળા સંચાલક મંડળનો નિર્ણય, કોરોનામાં અનાથ બનેલા વિદ્યાર્થીઓની 2 વર્ષની ફી માફ

0
136

અમદાવાદ: કોરોનાની બીજી લહેર સમગ્ર દેશ માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. આ મહામારીમાં અનેક બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. કેટલાક પરિવારોએ મુખ્ય કમાનાર વ્યક્તિ પણ ગુમાવ્યા છે. જેના કારણે આવા પરિવારોની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓનુ ભવિષ્ય પણ અંધકારમય બની ગયું છે, ત્યારે આવા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે અમદાવાદ શહેરના સ્કૂલ સંચાલક મંડળે મોટો નિર્ણય કર્યો છે. Students School Fees

અમદાવાદ શહેર શાળા સંચાકલ મંડળ દ્વારા “સંગાથ” અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં એવા વિદ્યાર્થીઓની બે વર્ષની ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે, જેમણે પોતાના માતા કે પિતા કોરોના મહામારીમાં ગુમાવ્યાં છે. આ સંદર્ભે સ્કૂલો દ્વારા ટૂંક સમયમાં સ્કૂલોને જાણ કરવામાં આવશે.

આ પણ વાંચો:  બ્રિટન અને નોર્વેના વૈજ્ઞાનિકોનો દાવો- ‘કોરોના વાઈરસ ચીનની વુહાન લેબમાં જ તૈયાર કરાયો’ Students School Fees

આટલું જ નહીં, સંચાલક મંડળે એવો પણ નિર્ણય કર્યો છે કે, એવા વિદ્યાર્થીઓની માત્ર બે વર્ષની ફી માફ જ નહીં કરવામાં આવે, પરંતુ ગત સત્ર એટલે કે 2019-20ની પૂરી ફી પણ વિદ્યાર્થીને પરત કરવામાં આવશે. જેથી તેમને આર્થિક રાહત મળી શકે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓના માતા કે પિતા કોરોનાથી સંક્રમિત થયા હતા, તેવા વિદ્યાર્થીઓની એક મહિનાની ફી નહીં લેવામાં આવે. જેનો લાભ અમદાવાદની 550થી વધુ ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મળશે.

શહેર શાળા સંચાલક મંડળ “સંગાથ” તરફથી કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણય લેતા પહેલા તમામ ખાનગી સ્કૂલોના સંચાલકોની મંજૂરી લેવામાં આવી છે. જો કોઈ સ્કૂલ આ નિર્ણયનો વિરોધ કરશે, તો મંડળ પોતાના ખર્ચે જે-તે વિદ્યાર્થીને આર્થિક સહાર કરીને અન્ય સ્કૂલમાં પ્રવેશ અપાવશે. Students School Fees

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat