Gujarat Exclusive > દેશ-વિદેશ > 15 ઓગસ્ટ પહેલા કાશ્મીરના નૌગામમાં આતંકવાદી હુમલો, 2 પોલીસ કર્મી શહીદ

15 ઓગસ્ટ પહેલા કાશ્મીરના નૌગામમાં આતંકવાદી હુમલો, 2 પોલીસ કર્મી શહીદ

0
91

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં 15 ઓગસ્ટના ઠીક એક દિવસ પહેલા આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ નૌગામમાં શ્રીનગરના બહારી વિસ્તારમાં એક પોલીસ ટીમ પર હુમલો કર્યો છે. જેમાં બે પોલીસ કર્મચારીઓ શહીદ થયા છે, જ્યારે એકને ઈજા થઈ છે.

આ અંગે IG કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે, ગલીમાં બે આતંકવાદીઓ આવ્યા અને અમારા જવાનો કંઈ સમજે, તે પહેલા અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. જેમાં બે જવાનો શહીદ થયા છે અને એક ઘાયલ થયો છે. અમે આતંકવાદીઓને ઓળખી કાઢ્યા છે, જે જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સુરક્ષા બળ સતત આતંકવાદીઓના નાપાક ઈરાદાઓ પર પાણી ફેરવી રહ્યાં છે. આ વર્ષે જ 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કોર્ટના અનાદર કેસમાં પ્રશાંત ભૂષણ દોષી, 20 ઓગસ્ટે સજા પર થશે સુનાવણી

અગાઉ ગઈ કાલે 13 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં આતંકવાદીઓએ ભારતીય સેનાના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં એક જવાન ઈજાગ્રસ્ત થયો છે.

સેનાના ત્રણ વાહનોનો કાફલો, જેમાં 30 સૈનિકો સામેલ હતા. જે બારામૂલાથી ગુલમર્ગ તરફ જઈ રહ્યાં હતા. જેવા તે પટ્ટન વિસ્તારમાં પહોંચ્યા, ત્યારે પહેલાથી છૂપાઈને બેઠેલા આતંકવાદીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો. જેમાં એક જવાનને ગોળી વાગી હતી