Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન બંધ થતાં 2 દર્દીઓનાં મોત

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન બંધ થતાં 2 દર્દીઓનાં મોત

0
280

રાજયમાં હાલ કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેથી તંત્ર પણ હકરતમાં જોવા મળી રહ્યું છે. આ મહામારી વચ્ચે સુરતની સ્મીમેર હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં ઓક્સિજન બંધ થવાને કારણે બે દર્દીઓનાં મોત નિપજ્યા છે.

અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સુરત મહાનગરપાલિકાએ કેટલાક વિસ્તારોમાં પાનના ગલ્લાઓ બંધ રાખવા માટેની સૂચના આપી છે. ત્યારે સુરતની સ્મીમેર હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં દર્દીઓના સગાએ હોસ્પિટલની બેદકારી હોવાના આક્ષેપો કર્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં દાખલ 59 વર્ષીય વ્યક્તિ અને અન્ય એક દર્દી નરસીભાઈ માગરોળિયાનું મોત ઓક્સિજન ન મળવાને કારણે થયું હોવાનું સામે આવ્યું છે.

સાંજના સમયે ઓક્સિજન બંધ થતાં બંનેનાં મોત થયો હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. તેમાંથી નરસીભાઈનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ ઘટનાને લઈ લોકોમાં હાલ ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. દર્દીના સગાએ આ તમામ ઘટનાને લઈ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે.

હોસ્પિટલના ડિનની પ્રતિક્રિયા

આ અંગે હોસ્પિટલના ડિને જણાવ્યું કે, “બન્ને દર્દીઓને Bilateral Pneumoniaની બીમારી હતી. એક દર્દી લીમ્બાભાઈ કાપડિયાને છેલ્લા 15 વર્ષથી ડાયાબિટીઝની બીમારી હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં શરૂઆતથી જ તેમની વેન્ટિલેટર પર સારવાર ચાલતી હતી. જેમનું શુક્રવારે અવસાન થયું છે.

આ સિવાય અન્ય દર્દી નરસીંભાઈ માંગરોલીયાને છેલ્લા 15 વર્ષથી ડાયાબિટીસ અને 10 વર્ષથી બ્લડ પ્રેશરની સમસ્યા હતા. આ ઉપરાંત તેમને શ્વાસ લેવાની તકલીફ હોવાથી તેમની પણ શરૂઆતથી જ વેન્ટિલેટર ઉપર સારવાર ચાલતી હતી. જ્યાં શુક્રવારે તેમની તબીયત વધારે ગંભીર થતાં તેમનું નિધન થયું છે.”

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓના ટપોટપ મોતને લઈ કોંગ્રેસના ધારાસ્ભયએ આ અંગે તપાસની માંગ પણ કરી હતી.

અમદાવાદઃ માણેકબાગ પાસે અચાનક કાર સળગી, સમયસર પરિવાર બહાર આવતા બચાવ