Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > Bypoll 2021: 2 લોકસભા અને 14 વિધાનસભા પર મતગણતરી શરૂ, મોરવા-હડફમાં ભાજપ આગળ

Bypoll 2021: 2 લોકસભા અને 14 વિધાનસભા પર મતગણતરી શરૂ, મોરવા-હડફમાં ભાજપ આગળ

0
37

નવી દિલ્હી: દેશના 5 રાજ્યો પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, કેરળ અને પોંડિચેરીની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થવા જઈ રહ્યાં છે. આ સાથે જ દેશના વિવિધ રાજ્યોની બે લોકસભા અને 14 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી માટે પણ આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે. Bypolls Results 2021

શરૂઆતી રુઝાનોમાં કર્ણાટકની બેલગામ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. જ્યારે રાજસ્થાનમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં રાજસમંદથી ભાજપ અને સહાડામાં કોંગ્રેસના ઉમેદવાર આગળ છે. જ્યારે મધ્ય પ્રદેશની દામોહ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે.

જો ગુજરાતની વાત કરીએ તો, રાજ્યની મોરવા-હડફ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી માટે પણ આજે જ મતગણતરી શરૂ થઈ ગઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર નીમિષાબેન સુથાર આગળ ચાલી રહ્યાં છે. 173 બેલેટ પેપરના મત પૈકી 144 મત ભાજપને, તો 29 મત કોંગ્રેસના ફાળે ગયા છે.

આ પણ વાંચો:   24 કલાકમાં 3.92 લાખ નવા કેસ, 3.07 લાખ દર્દીઓએ કોરોનાને આપી માત Bypolls Results 2021

આ બે લોકસભા બેઠકો પર મતદાન
કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગડીના અવસારન બાદ કર્ણાટકની બેલગામ બેઠક ખાલી પડી હતી. જ્યારે આંધ્ર પ્રદેશના તિરુપતિ લોકસભા બેઠક પર વાયએસઆર કોંગ્રેસના સાંસદ બી દુર્ગાપ્રસાદના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. આ બન્ને બેઠકો પર 17 એપ્રિલે મતદાન થયું હતું. જેની ગણતરી પણ હાલ ચાલી રહી છે.

કંઈ-કંઈ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી Bypolls Results 2021
11 રાજ્યની 14 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. રાજસ્થાનની સહારા, સૂજાનગઢ અને રાજસમંદ વિધાનસભા બેઠક, કર્ણાટકની બસવકલ્યાણ અને મસ્કી વિધાનસભા સીટ, ગુજરાતની મોરવા-હડફ બેઠક, ઝારખંડની મધુપુર વિધાનસભા બેઠક, મધ્ય પ્રદેશની દામોહ બેઠક, મહારાષ્ટ્રની પંઢરપુર વિધાનસભા બેઠક, મિઝોરમની સરછિપ વિધાનસભા સીટ, નાગાલેન્ડની નોકસેન વિધાનસભા બેઠક, ઓડિશાની પિપિલી વિધાનસભા બેઠક, તેલંગાણાની નાગાર્જુન સાગર વિધાનસભા બેઠક અને ઉત્તરાખંડની સલ્ટ વિધાનસભા બેઠક પર 17 એપ્રિલે ચૂંટણી યોજાઈ હતી. જેનું આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat