Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બુટલેગરના ત્યાં રેડ કરી 10 લાખ પડાવનાર બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

બુટલેગરના ત્યાં રેડ કરી 10 લાખ પડાવનાર બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

0
55
  • ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ફલિત થયું છતાં એસીબી સહિત કલમો હેઠળ ગુનો ન નોંધાયો

  • ઉચ્ચ અધિકારીઓ સસ્પેન્ડ કરી મામલો દબાવી દીધો, ઉચ્ચ અધિકારી અને અન્ય કોન્સ્ટેબલને બચાવી લેવાયા

અમદાવાદ: નિકોલના ભૂવાલડી ગામના જોરના ટેકરા પાસેથી કારમાંથી 16 પેટી દારૂનો જથ્થો પકડી બે કોન્સ્ટેબલે 10 લાખનો તોડ કર્યો હોવાનું સાબિત થતા ડીસીપી એ બન્નેને સસ્પેન્ડ કર્યા હતા. મહત્વની વાત એ છે કે, બુટલેગર પાસેથી 10 લાખ પડાવ્યા કોને કોને વેચાણ કર્યા અને તે અંગે એસીબીની કલમો હેઠળ ગુનો ન નોંધી કોન્સ્ટેબલને બચાવી લીધા અને કોન્સ્ટેબલથી આ નાણાં ક્યાં ગયા તે પણ અટકી ગયું હતું. બીજી તરફ કોન્સ્ટેબલોએ 16 માંથી એક પેટીનો કેસ કર્યો અને 15 પેટી ક્યાં અધિકારીના કહેવાથી કોને વેચાણ કરી તે પણ દબાવી દેવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ક્યાં અધિકારીના કહેવાથી બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી મામલો થાળે પાડી દેવામાં આવ્યો તે ચર્ચા ઉઠી છે.

નિકોલમાં આવેલા ભૂવાલડી ગામના જોરના ટેકરા પાસેથી કારમાંથી 16 પેટી દારૂનો જથ્થો નિકોલ પોલીસે પકડી પડ્યો હતો. પરંતુ તેમાં 10 લાખનો ભ્રષ્ટચાર કરી ફક્ત 1 પેટી દારુનો કેસ કરવામાં આવ્યો હતો જે અંગે વીડિયો વાઇરલ થતા ઘટના બહાર આવી હતી. આ કેસમાં ડીસીપીએ તપાસ સોંપી હતી.

તપાસમાં બહાર આવ્યું હતું કે, જેના પર કેસ થયો તે કાના નામના બુટલેગર પાસે 16 પેટી દારુ હતો તેનો 1 જ પેટી કેસ કરવા માટે 10 લાખ નિકોલ ડી સ્ટાફના પોલીસ કર્મી પ્રકાસસિંહ, રઘુવીરસિંહ અને અન્ય કોન્સ્ટેબલે પડાવી લીધા હતા. આમ પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી,10 લાખનો ભ્રષ્ટચાર આચર્યો હતો. જેથી બન્ને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા. જોકે ભ્રષ્ટચાર ની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો ન હતો તે માટે ઉચ્ચ અધિકારીઓની ગોઠવણ થઈ હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે.

જોકે આ 10 લાખ ફક્ત આ બે કોન્સ્ટેબલ નહિ પણ અન્ય અધિકારીઓ ને પણ ભાગ મળ્યા હોવાની ચર્ચા છે જોકે આ અંગે મામલા પર પડદો પાડી દેવામાં આવ્યો છે. બીજી તરફ 15 પેટી દારૂ બન્ને કોન્સ્ટેબલે સાથે મળી અન્ય કોને વેચાણ કર્યો કે પછી ક્યાં ગયો તે અંગે ઉચ્ચ અધિકારીની તપાસ બાદ પણ રહસ્ય છે હવે જોવાનું રહ્યું કે, પોલીસે વેચેલો કે પછી કોઈ જગ્યાએ દારૂ છુપાવી દીધો છે તે ઉચ્ચ અધિકારીને મળશે કે પછી નહિ મળે ? ત્યારે 10 લાખ રિકવર કરી એસીબીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ કરી બન્ને કોન્સ્ટેબલ અને સંડોવાયેલા અન્ય ની ધરપકડ થશે ?

ઉલ્લેખનીય છે કે , રઘુવીર અને પ્રકાશે અને અન્ય એક કોન્સ્ટેબલે મળી અનેક લોકો પાસે પૈસા પડાવ્યા હતા અને અનેક ફરિયાદો ઉઠી હતી જોકે ઉચ્ચ અધિકારીઓને આ બનેં કોન્સ્ટેબલો સાચવતા હોવાથી કાર્યવાહી ન થતી હોવાની ચર્ચા છે.

નિકોલ પોલીસની દારૂનો તોડ કરવો અને દારૂ વેચાણમાં ભાગ ની તાસીર હોવાની ચર્ચા

નિકોલ પોલીસ અગાઉ પણ દારૂના કેસમાં ચર્ચા માં આવેલી છે જ્યારે અગાઉ નિકોલના પોલીસ કોન્સ્ટેબલ દારૂની ખેંપ મારતા પકડાયા હતા. ત્યારે તાજેતરમાં પકડાયેલા દારૂ કેસ ની જે તપાસ પીસીબીમાં ચાલી રહી છે તેમાં પણ નિકોલ પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાનું પીસીબીના આધાર ભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)