Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વિરમગામમાં પતંગ લૂંટવા જતાં વીજ કરંટથી બે સગાભાઈઓના મોત

વિરમગામમાં પતંગ લૂંટવા જતાં વીજ કરંટથી બે સગાભાઈઓના મોત

0
26

અમદાવાદ: મકર સક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વ પર પતંગના કારણે અનેક એવી ઘટનાઓ ઘટે છે, જેમાં વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડે છે. પતંગના જીવલેણ દોરાના કારણે અનેક લોકોના ગળા કપાય છે, તો ક્યાંક પતંગ લૂંટવાની લ્હાયમાં નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ સામે આવે છે, ત્યારે અમદાવાદના વિરમગામમાં આવી જ એક ઘટના ઘટી છે. જેમાં પતંગ પકડવા જતાં બે સગાભાઈઓના વીજ કરંટથી મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે.

આ પણ વાંચો: ઉત્તરાયણ પર્વ પર અમદાવાદ આવેલા અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા દર્શન

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વિરમગામની નૂરી સોસાયટીમાં જાવેદ મિરઝા પોતાના પરિવાર સાથે રહે છે. તેમને સંતાનો મોહમ્મદ તુફેલ (ઉ. 17) અને મુંઝમીર તુફેલ (ઉ. 18) ધાબા પર પતંગ ચગાવવા ગયા હતા. આ દરમિયાન પતંગ લૂંટવાની લ્હાયમાં ધાબા નજીકથી પસાર થતાં વીજ વાયરના સંપર્કમાં આવવાથી બન્ને ભાઈઓને જોરદાર કરંટ લાગ્યો હતો. જેના કારણે બન્ને ભાઈઓ ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યુ હતુ. હાલ પોલીસે બન્ને ભાઈઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળી કાર્યવાહી હાથ ધરી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9