Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હીથી વુહાન પહોંચેલી એરઈન્ડિયાની ફ્લાઈટમાં 19 ભારતીયો કોરોનાથી સંક્રમિત

દિલ્હીથી વુહાન પહોંચેલી એરઈન્ડિયાની ફ્લાઈટમાં 19 ભારતીયો કોરોનાથી સંક્રમિત

0
207

નવી દિલ્હી: તાજેતરમાં “વંદેભારત મિશન” (Vande Bharat Mission) અંતર્ગત નવી દિલ્હીથી ચીનના વુહાન પહોંચેલા 19 ભારતીય પેસેન્જરના આરોગ્યની તપાસ કરવામાં આવતા તેઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. આ તમામ મુસાફરોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

એર ઈન્ડિયાના (Air India) કર્મચારીના જણાવ્યા પ્રમાણે, 30 ઓક્ટોબરે ભારતથી ચીનના વુહાન જવા માટે ઉપડેલી વંદે ભારત મિશનની (Vande Bharat Mission) એર ઈન્ડિયાની ફ્લાઈટલમાં 19 મુસાફરો ચીનના વુહાન (Wuhan) શહેરમાં કોરોનાથી સંક્રમિત (Corona Positive) મળી આવ્યાં છે. આ તમામ પેસેન્જર્સને કોરોના રિપોર્ટ નેગેટિવ જોયા બાદ જ પ્લેનમાં બેસવાની પરવાનગી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની (Corona Pandemic) શરૂઆત ચીનના વુહાન (Wuhan) શહેરથી થઈ હતી. કોરોના પ્રકોપને પગલે ભારતે માર્ચ મહિનાથી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટો પર રોક લગાવી દીધી હતી. જે બાદ મે મહિનામાં વંદે ભારત મિશનનની (Vande Bharat Mission) શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે વિશેષ ફ્લાઈટો શરૂ કરાઈ હતી. આ મિશન અંતર્ગત અત્યાર સુધી 20 લાખથી વધુ ભારતીયોને પરત લાવવામાં આવી ચૂક્યાં છે.

આ પણ વાંચો: બિહાર ચૂંટણી: બીજા તબક્કાની 94 બેઠકો પર મતદાન શરૂ

ભારતે ચીન માટે 13 નવેમ્બરથી વધુ 4 ફ્લાઈટો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ત્રણ ફ્લાઈટો 13, 20 અને 27 નવેમ્બરે, જ્યારે એક ફ્લાઈટ 4 ડિસેમ્બરે ઉપડશે. જેનું ભાડુ એર ઈન્ડિયા (Air India) નક્કી કરશે.

કોરોના મહામારીને (Corona Pandemic) ધ્યાનમાં રાખતા મુસાફરોએ તકેદારીના ભાગરૂપે જાહેર કરવામાં આવેલ કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહશે. આટલું જ નહીં, મુસાફરોએ યાત્રા પહેલા કોરોના ટેસ્ટિંગ કરાવવો પડશે.