Gujarat Exclusive > દેશ-વિદેશ > 9/11ના તે ગુમનામ હીરો, જેમણે અમેરિકન રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસને હુમલાથી બચાવી લીધો

9/11ના તે ગુમનામ હીરો, જેમણે અમેરિકન રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસને હુમલાથી બચાવી લીધો

0
143

અમેરિકામાં અત્યાર સુધી સૌથી ભીષણ આતંકી હુમલાને 18 વર્ષનો લાંબો સમય પસાર થઇ ચુક્યો છે.વર્ષ 2001માં આજના દિવસે એટલે 11 સપ્ટેમ્બરે આ ભીષણ આતંકી હુમલો થયો હતો. આતંકીઓએ યાત્રી વિમાનોને હથિયાર બનાવી ન્યૂયૉર્કના વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર અને પેંટાગન પર હુમલો કર્યો, જેમાં આશરે 3000 લોકો માર્યા ગયા હતા. બે વિમાનોએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવરને નિશાન બનાવ્યુ હતું, જ્યારે એક વિમાન અમેરિકાના સંરક્ષણ મંત્રાલય એટલે પેંટાગનની બિલ્ડિંગ પર ટકરાયુ હતું. એક અન્ય ચોથુ વિમાન પણ આતંકીઓએ હાઇજેક કર્યુ હતું, જેનું સંભવિત નિશાન અમેરિકાનું રાષ્ટ્રપતિ ભવન એટલે વ્હાઇટ હાઉસ હતું. વિમાનમાં રહેલા યાત્રીઓની સૂજબૂજને કારણે આ વિમાન વ્હાઇટ હાઉસ સુધી પહોચી જ ના શક્યુ.અહી વાંચો વિમાનમાં રહેલા તે 44 લોકોના સાહસની અદભૂત કહાની…

શું થયુ તે દિવસે?

મંગળવારનો દિવસ હતો. થોડી વાર પહેલા જ સવાર પડી હતી અને લોકો પોત પોતાના કાર્યાલયમાં પહોચ્યા હતા, કેટલાક લોકો ઝડપથી કાર્યાલય તરફ આગળ વધી રહ્યાં હતા. અલ કાયદાના 19 આતંકવાદીઓએ તે દિવસે અમેરિકા જ નહી પણ આખા વિશ્વને હલાવી નાખવાનું ષડયંત્ર રચ્યુ હતું. સવારના સમયે એરપોર્ટની સુરક્ષા તોડી આ આતંકી હથિયારો સાથે ચાર વિમાનમાં સવાર થઇ ગયા હતા અને જલ્દી તેમણે વિમાનોનું અપહરણ કરી લીધુ હતું. બે વિમાન ન્યૂયૉર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર તરફ વધ્યા અને એક એક કરીને બન્ને ટાવર્સ સાથે ટકરાયા હતા. ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર પર સવારે 8:45 વાગ્યે જે વિમાન ટકરાયુ તે અમેરિકન એરલાઇન્સનું બોઇંગ 767 વિમાન હતું અને તેમાં 20 હજાર ગેલન જેટ ફ્યૂલ ભરેલુ હતું. ત્રીજા વિમાને વોશિંગ્ટન ડીસીના બહાર પેંટાગનને પોતાનું નિશાન બનાવ્યુ હતું. ચોથુ વિમાન (યૂનાઇટેડ ફ્લાઇટ 93) પેન્સિલવેનિયાના શાંક્સવિલેમાં એક ખેતરમાં ક્રેશ થઇ ગયુ હતું. માનવામાં આવે છે કે આ ચોથુ વિમાનનું નિશાન વ્હાઇટ હાઉસ હતું.

વિમાન મોડુ ઉડતા થયો ફાયદો

ન્યૂજર્સીના ઉડાન ભરનારા યૂનાઇટેડ ફ્લાઇટ 93 વિમાને કેલીફોર્નિયા જવાનું હતું. આ વિમાનની ઉડાનમાં મોડુ થયુ અને વિમાનની અંદર બેઠેલા લોકો ઉડવાની રાહ જોઇ રહ્યાં હતા. આ દરમિયાન ન્યૂયોર્કના ટ્વિન ટાવર્સ અને પેંટાગન પર હુમલા માટે નીકળેલા ત્રણ વિમાન તે બિલ્ડિંગ સાથે ટકરાઇ ચુક્યા હતા. ઉડાનની રાહમાં ન્યૂજર્સીના નેવાર્ક લિબર્ટી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાનની અંદર બેઠેલા કેટલાક યાત્રીઓને ફોન દ્વારા આ આતંકી હુમલાના સમાચાર મળ્યા હતા. આ વચ્ચે યૂનાઇટેડ ફ્લાઇટ 93 હાઇજેટ થવાના સમાચાર પણ જાણવા મળ્યા હતા. હવે કેટલાક યાત્રીઓ અને વિમાનના એટેડન્ટ્સે આતંકી સામે લડવાનો પ્લાન બનાવ્યો હતો.

‘હું જાણુ છુ કે મરવાનો છું’

વિમાન હાઇજેક થયા બાદ યૂનાઇટેડ ફ્લાઇટ 93 વિમાનમાં હાજર એક યાત્રી થોમસ બુર્ને જૂનિયરે પોતાની પત્નીને ફોન કર્યો, તેમણે પત્નીને કહ્યું, હું જાણુ છું કે અમે મરવાના છીએ, અમારામાંથી ત્રણ લોકો આતંકી સામે લડવા જઇ રહ્યાં છે, આઇલવયુ હની.’ એક અન્ય યાત્રી ટોડ બીમરને એક ઓપન લાઇન પર એમ કહેતા સાંભળવા મળ્યો, શું તમે લોકો તૈયાર છો? લેટ્સ રોલ.’

ચાર આતંકી સામે ઝઘડ્યા યાત્રી

મુસાફરોને અત્યાર સુધી ખબર પડી ગઇ હતી કે તેમનું વિમાન પણ હાઇજેક થઇ ગયુ છે અને હવે તેમાંથી ભાગ્યે જ કોઇ જીવતુ બચશે.આ વચ્ચે કેટલાક યાત્રીઓએ સાહસ બતાવ્યુ હતું. યાત્રી વિમાનની અંદર રહેલા ચાર આતંકીઓ સામે ઝઘડી પડ્યા હતા. મુસાફરોએ કોકપિટમાં ઘુસેલા આતંકીઓ પર હુમલો કર્યો હતો. વિમાન હવામાં પલટી ગયુ અને હવે 500 માઇલ પ્રતિ કલાકની ઝડપથી જમીન તરફ પડવા લાગ્યુ હતું. અંતે સવારે 10:10 વાગ્યે આ વિમાન પશ્ચિમી પેન્સિલવેનિયાના શાંક્સવિલેના એક ખેતરમાં પડ્યુ હતું. વિમાનમાં રહેલા તમામ 44 લોકોના મોત થયા હતા.

વ્હાઇટ હાઉસ હતું આતંકીઓના નિશાને

યૂનાઇટેડ ફ્લાઇટ 93 વિમાનના મુસાફરોએ આતંકીઓએ મંસૂબા પર પાણી ફેરવી દીધુ હતું. ભલે તેમાંથી કોઇના જીવ ના બચ્યા હોય પરંતુ તેમણે કોઇ મોટા સંભવિત ટાર્ગેટને નિશાન બનાવતા રોકી દીધા હતા.જોકે, આજસુધી એમ ખબર નથી પડી કે આ વિમાનને હથિયાર બનાવી આતંકી ક્યા હુમલો કરવા માંગતા હતા. આતંકીઓના સંભવિત નિશાનામાં વ્હાઇટ હાઉસ, ધ યૂએસ કેપિટોલ, મેરિલેન્ડ સ્થિત ધ કેમ્પ ડેવિડ પ્રેસિડેન્શિયલ રિટ્રીટ અને દેશભરમાં રહેલા કેટલાક ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ હોઇ શકતો હતો.

UNHRCમાં પાકિસ્તાન પરાસ્ત, ભારતે 10 તર્કથી PAKની બોલતી કરી બંધ