Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > દેશના સાત મુખ્ય શહેરોમાં જૂલાઇ-સપ્ટેમ્બરમાં મકાનોના વેચાણમાં 18% ઘટાડો: એનારોક

દેશના સાત મુખ્ય શહેરોમાં જૂલાઇ-સપ્ટેમ્બરમાં મકાનોના વેચાણમાં 18% ઘટાડો: એનારોક

0
588

દેશના સાત મુખ્ય શહેરોમાં જૂલાઇ-સપ્ટેમ્બરના ત્રિમાસીક ગાળા દરમિયાન વેચાણમાં 18 ટકાના ઘટાડા સાથે 55,080 એકમ રહી ગયું છે. રીયલ એસ્ટેટ સાથે જોડાયેલ સેવાઓ આપનાર કંપની એનારોકે એક રિપોર્ટમાં કહ્યું છે કે, ખરીદદાર મકાનમાં રોકાણ કરવાને લઇને સતર્કતા દાખલી રહ્યાં છે. દિલ્હી-એનસીઆર, મુંબઈ મહાનગર વિસ્તાર, કોલકાતા, ચેન્નાઇ, બેંગ્લોર, પુણે અને હૈદરાબાદ- આ મુખ્ય શહેરોમાં પાછલા વર્ષ આ જ સમયગાળા દરમિયાન 67,140 મકાન વેચાયા હતા.

બેંગ્લોરમાં ઘટાડો 35 ટકા સુધી રહ્યો. એનારોકે પોતાના રિપોર્ટમાં કહ્યું, “2019ના ત્રિમાસીક ગાળામાં લગભગ 55,080 એકમોનું (મકાનો) વેચાણ થયું. આ 2019ના બીજા ત્રિમાસીકથી 20 ટકા અને એક વર્ષ પહેલાના ત્રિસામીક ગાળાથી 18 ટકા ઓછું છે.”

સેક્ટરના નબળા વલણ ઉપરાંત, વ્યાજ સહાયતા યોજના પર પ્રતિબંધ અને ‘શ્રાદ્ધ’ પક્ષને પણ આવાસ વેચાણમાં ઘટાડા માટે જવાબદાર ઠેરવવામાં આવે છે. એનારોકના ચેરમેન અનુજ પુરીએ કહ્યું, “આ ત્રિમાસીકમાં નવા મકાનોની આપૂર્તિ અને મકાનોના વેચાણમાં ઘટાડાની શક્યતા હતી કેમ કે, ઘર ખરીદદાર અને ડેવલપર બંને સતર્ક છે અને જોખમથી બચી રહ્યાં છે. જોકે, તેમને કહ્યું કે, સરકાર તરફથી કરવામાં આવેલ ઉપાયોથી તહેવારોની સીઝન અને તે પછી આવનાર ત્રિમાસીક ગાળામાં મકાનોની માંગ વધશે.”

બેંગ્લોરમાં મકાન વેચાણમાં સૌથી વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે. અહીં આવાસ વેચાણ 35 ટકા ઘટીને 10,500 એકમ રહ્યું છે. તે પછી હૈદરાબાદમાં વેચાણ 32 ટકા ઘટીને 3,280 એકમ રહ્યું. કોલકાતામાં મકાનોના વેચાણમાં 27 ટકાના ઘટાડા સાથે 3,120 એકમ રહ્યું છે, જ્યારે દિલ્હી-એનસીઆરમાં માંગ 13 ટકા ઘટીને 9,830 એકમ પર આવી ગઇ છે.

આ વર્ષે જૂલાઇ-સપ્ટેમ્બર સમયગાળમાં ચેન્નાઈમાં વેચાણમાં 11 ટકાના ઘટાડા સાથે 2,620 એકમ, પુણેમાં 8 ટકા ઘટાડા સાથે 8,550 એકમ અને મુંબઇ મહાનાગરમાં ક્ષેત્રમાં મકાન વેચાણ 6 ટકા ઘટીને 17,180 એકમ પર રહ્યું. ટોચના મુખ્ય સાત શહેરોમાં ના વેચાયેલા મકાનોની સંખ્યા 6.56 લાખ એકમ રહીં. આ જૂન ત્રિમાસિક અંતમાં 6.66 લાખ એકમથી થોડૂ ઓછું છે.

કાલથી બદલાઈ જશે આ 7 નિયમો, જેની સીધી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે