Gujarat Exclusive > દેશ-વિદેશ > પશ્ચિમ બંગાળમાં સ્મશાને જતી ગાડીને નડ્યો અકસ્માત, 18 લોકોના મોત

પશ્ચિમ બંગાળમાં સ્મશાને જતી ગાડીને નડ્યો અકસ્માત, 18 લોકોના મોત

0
2

પશ્ચિમ બંગાળમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે. જેમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યાં એકઠા થયેલા લોકોની મદદથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસ અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે.

શનિવારે રાતના સમયે નદિયાના હાંસખાલી વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. ઉત્તર 24 પરગણાના બાગદા ખાતેથી એક મેટાડોરમાં મૃતદેહને લઈને 20 કરતા પણ વધારે ડાઘુઓ નવદ્વીપ સ્મશાન તરફ જઈ રહ્યા હતા. દરમિયાન હાંસખાલી થાણા ક્ષેત્રના ફૂલવાડી વિસ્તારમાં રસ્તાના કિનારે ઉભેલા એક ટ્રક સાથે મેટાડોર ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માત એટલી ભયાનક હતી કે, 18 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘવાયા હતા.

પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક અનુમાન પ્રમાણે ગાઢ ધુમ્મસ અને તેજ ગતિના આ કારણે આ દુર્ઘટના બની છે. જોકે પોલીસે અકસ્માતનું સાચું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દીધી છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat