ગીર સોમનાથ: રાજ્યમાં ડ્રગ્સ ખુલ્લેઆમ મળી રહ્યુ છે અને રોજે રોજ પોલીસ દ્વારા તેને પકડવામાં આવી રહ્યુ છે. ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સનો અડ્ડો બની ગયુ છે. હવે ગીર સોમનાથમાંથી ચરસ મળી આવ્યુ છે. ગીર સોમનાથમાં દરિયા કિનારેથી 16 કિલો ચરસના જથ્થાને SOGએ ઝડપી પાડ્યો છે.
Advertisement
Advertisement
ગીર સોમનાથમાં આ પહેલા પણ ઓગસ્ટ મહિનામાં 273 પેકેટ ચરસના મળી આવ્યા હતા. હાલ પોલીસે NDPS એક્ટ હેઠળ અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે 16 પેકેટના ચરસને સિલ કર્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથના હિરાકોટ બંદર પાસેથી 16 કિલો ચરસનો જથ્થો ગિર સોમનાથ SOGએ ઝડપી પાડ્યો હતો. ગીર સોમનાથમાંથી ચરસનો જથ્થો મળતા ગુજરાતમાં તપાસ એજન્સીઓ સાવચેત બની ગઇ છે અને હાલ દરિયા ખેડૂઓના આગેવાન અને અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
Advertisement