Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતમાં કોરોના વાયરસના 1540 પોઝિટિવ કેસ,ચાર મહાનગરોમાં સ્થિતિ ખરાબ

ગુજરાતમાં કોરોના વાયરસના 1540 પોઝિટિવ કેસ,ચાર મહાનગરોમાં સ્થિતિ ખરાબ

0
62

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના 24 કલાકમાં 1540 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 1427 દર્દી રિકવર થયા છે. આ મહામારીને કારણે રાજ્યમાં વધુ 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમણના 2 લાખ 14 હજાર 309 કેસ થઇ ગયા છે જ્યારે 4 હજાર 031 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધુ 336 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરતમાં 246, વડોદરામાં 184, રાજકોટમાં 143, ગાંધીનગરમાં 72, મહેસાણા 69, પાટણ-જામનગરમાં 42-42, બનાસકાંઠા-ખેડામાં 36-36, કચ્છમાં 30, અમરેલી 27, પંચમહાલ-ભરૂચમાં 23-23, દાહોદમાં 24, સાબરકાંઠામાં 22 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

જ્યારે સુરેન્દ્રનગરમાં 15, મોરબીમાં 9, ગીર સોમનાથમાં 9, આણંદમાં 20, મહીસાગરમાં 16, અરવલ્લીમાં 9, પોરબંદરમાં 3, છોટા ઉદેપુરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 4, બોટાદમાં 4, નર્મદામાં 17, નવસારી-વલસાડમાં 6-6 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

અમદાવાદમાં સંક્રમિતોની સંખ્યા 51 હજારને પાર

અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 51 હજાર 070 થઇ ગઇ છે. સુરતમાં 44,416, વડોદરામાં 20,642, રાજકોટમાં 16,873, જામનગરમાં 9,357, ગાંધીનગરમાં 6856, ભાવનગરમાં 5263, મહેસાણામાં 5601, બનાસકાંઠામાં 3996, જૂનાગઢમાં 4354. અમરેલીમાં 3376, પાટણમાં 3682, ગીર સોમનાથમાં 2126, સાબરકાંઠામાં 2298 સંક્રમિતોની સંખ્યા થઇ ગઇ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9