Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 1500 કોવિડ બેડ ખાલી

અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 1500 કોવિડ બેડ ખાલી

0
41
  • અમદાવાદની ખાનગી હોસ્પિટલો બેડની કુત્રિમ અછત ઉભી કરી રહી છે
  • કોરોના મહામારીની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
  • એક જ પરિવારના સભ્યોને એક જ હોસ્પિટલમાં લઈ જવાની સૂચના

Covid Bed Availability In Ahmedabad: શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સ્થિતિની સમીક્ષા કરવા માટે અધીક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાની સારવાર (Corona Treatment) માટે શહેરની કોવિડ હોસ્પિટલોમાં બેડ (Covid Bed Availability In Ahmedabad) અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં બાદ સામે આવેલી પ્રેસ રિલીઝમાં જાણવા મળ્યું છે કે, અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 1500 બેડ (Covid Bed Availability In Ahmedabad) કોરોના દર્દીઓ માટે ખાલી છે. આથી શહેરીજનોએ ગભરાવવાની જરૂરત નથી.

કેટલીક ખાનગી હોસ્પિટલો ગોરખધંધા આચરીને દર્દીઓને ઓક્સિજનની જરૂર ના હોય, તો પણ ખાલી પથારીઓ ભરીને બેડની (Covid Bed Availability In Ahmedabad) કુત્રિમ અછત ઉભી કરી રહી છે. આવી હોસ્પિટલોના નામો AMCને જાણવા મળ્યા છે.

આ પણ વાંચો: અનોખું ઑપરેશન: દર્દી જોતો રહ્યો ‘બિગ બૉસ’ અને ડૉક્ટરોએ કરી સફળ બ્રેન સર્જરી

આ મામલે અમદાવાદ મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમને પણ સૂચન કરવામાં આવ્યું છે કે, હાલની પરિસ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં હોસ્પિટલમાં કુત્રિમ રીતે ઉભી કરેલી પથારીની (Covid Bed Availability In Ahmedabad) અછત સહન નહીં કરવામાં આવે. આ ઉપરાંત શહેરની વધુ 8 થી 10 ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે રીક્વીઝીટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

એક જ પરિવારના સભ્યોને એક જ હોસ્પિટલમાં લઈ જવાની સૂચના
આ ઉપરાંત 108 સર્વિસને સૂચના આપવામાં આવી છે કે, બને ત્યાં સુધી એક જ પરિવારના સભ્યોને જુદી-જુદી હોસ્પિટલોમાં લઈ જવાના બદલે એક જ હોસ્પિટલમાં લઈ જવામાં આવે. (Image Caption: ફાઈલ ફોટો)