ગુજરાત એક્સક્લૂઝિવ: ઉત્તરાખંડમાં અંકિતા ભંડારી કેસના કારણે ચર્ચામાં આવેલી 150 વર્ષ જૂની પોલીસ પટવારી સિસ્ટમ ટૂંક સમયમાં ખતમ થઈ જશે. ઉત્તરાખંડ સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે.
Advertisement
Advertisement
રાજ્ય સરકાર વતી સર્વોચ્ચ અદાલતને કહેવામાં આવ્યું છે કે હવે હત્યા, બળાત્કાર જેવા જઘન્ય ગુનાઓની તપાસ નિયમિત પોલીસ દ્વારા કરવામાં આવશે અને તમામ કેસની ફાઇલ તાત્કાલિક જિલ્લા મેજિસ્ટ્રેટ પોલીસને સોંપવામાં આવશે.
અંકિતા ભંડારીની હત્યા બાદ ઉત્તરાખંડમાં પોલીસ પટવારી પ્રથાને ખતમ કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર ઉત્તરાખંડના ડેપ્યુટી એડવોકેટ જનરલ (ડીએજી) જતિન્દર કુમાર સેઠીએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે.
ઉત્તરાખંડના પત્રકાર અનુ પંત દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. રાજ્યના અનેક ભાગોમાં આજે પણ પટવારી-પોલીસ તંત્ર અસ્તિત્વ ધરાવે છે.
તેના સોગંદનામામાં ઉત્તરાખંડ સરકારે કહ્યું છે કે આ પ્રણાલીને તબક્કાવાર નાબૂદ કરવામાં આવશે અને પ્રથમ તબક્કામાં મહિલાઓ વિરુદ્ધના તમામ જઘન્ય અપરાધો, અપહરણ, સાયબર ક્રાઈમ, પોક્સો વગેરે કેસ નિયમિત પોલીસને તત્કાલ સોંપવામાં આવશે.
પ્રથમ ત્રણ મહિનામાં, જિલ્લા મેજિસ્ટ્રેટ એવા વિસ્તારોની ઓળખ કરશે જ્યાં નવી સિસ્ટમ સૌથી પહેલા લાગુ કરવાની છે. આગામી ત્રણ માસમાં આ વિસ્તારોના જઘન્ય ગુનાના કેસોની ફાઈલો પોલીસને સોંપવાનું શરૂ કરવામાં આવશે.
વર્ષ 2018માં ઉત્તરાખંડ હાઈકોર્ટે પટવારી-પોલીસ સિસ્ટમને નાબૂદ કરવાનું સૂચન કર્યું હતું, પરંતુ રાજ્ય સરકારે તેની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જોકે, આ અરજી સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2019થી પેન્ડિંગ છે.
શું છે પટવારી પોલીસ વ્યવસ્થા
વર્ષ 1861ની વાત છે. 1857ના સૈન્ય બળવાથી ગભરાઇને અંગ્રેજોએ દેશમાં પોતાની પકડ મજબૂત કરવા માટે નવા-નવા કાયદા લાવવાનો સિલસિલો શરૂ કર્યો હતો. આ ક્રમમાં જ વર્ષ 1861માં ‘પોલીસ એક્ટ’ પણ લાગું કરવામાં આવ્યો. જે હેઠળ દેશભરમાં પોલીસ વ્યવસ્થાનું માળખુ તૈયાર કરવામાં આવ્યું પરંતુ ખર્ચ ઓછો કરવા માટે અંતરિયાળ વિસ્તારોમાં પોલીસની જવાબદારી રેવેન્યૂ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જ સોંપી દેવામાં આવી હતી.
દેશની આઝાદી પછી આ વ્યવસ્થામાં ફેરફાર થયા. પોલીસ ખાતુ મજબૂત કરવામાં આવ્યું અને દેશના તમામ વિસ્તારોમાં લોકોની સુરક્ષા માટે પોલીસ ચોકીઓ ખોલવામાં આવી. મહિલા પોલીસને પણ તૈનાત કરવામાં આવી. અલગ-અલગ રીતની હેલ્પલાઈન શરૂ કરવામાં આવી. સમયની સાથે પોલીસ વિભાગને સતત મોર્ડન ટ્રેનિંગ અને ટેરનોલોજીથી સમૃદ્ધ બનાવવામાં આવવા લાગી.
પરંતુ ઉત્તરાખંડનો મોટાભાગનો વિસ્તાર આ તમામ ચીજોથી અછૂતો રહ્યો. આ જાણીને અનેક લોકો હેરાન થઈ શકે છે કે, આઝાદીના આટલા વર્ષો પછી પણ ઉત્તરાખંડનો મોટાભાગના વિસ્તાર પોલીસ વ્યવસ્થા લાગુ કરવામાં આવી નથી.
ઉત્તરાખંડ રાજ્યનો 61 ટકા હિસ્સો આજે પણ એવો છે, જ્યાં ન તો કોઈ પોલીસ સ્ટેશન છે ના કોઈ પોલીસ ચોકી અને ન વિસ્તાર ઉત્તરાખંડ પોલીસના ક્ષેત્રાધિકારમાં આવે છે. અહીં આજ પણ અંગ્રેજોની બનાવેલી વ્યવસ્થા ચાલી રહી છે, જ્યાં પોલીસનું કામ રેવેન્યૂ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ અને અધિકારીઓ કરે છે. આ વ્યવસ્થાને રાજસ્વ પોલીસ પણ કહેવામાં આવે છે.
રેવન્યુ પોલીસ એટલે કે પટવારી, (પટવારી એટલે એક રીતે તલાટી) લેખપાલ, કાનુનગો અને નાયબ તહસીલદાર (તહસીલદાર એટલે તાલુકા વિકાસ અધિકારી) જેવા કર્મચારીઓ અને અધિકારીઓ જ અહીં મહેસુલ વસૂલાતની સાથે પોલીસનું કામ કરે છે. કોઈ અપરાધા થાય તો આ લોકોને એફઆઈઆર પણ લખવી પડે છે, કેસની તપાસ પણ કરવી પડે છે અને અપરાધીઓની ધરપકડ કરવાની જવાબદારી પણ તેમના ઉપર હોય છે. જોકે, આમાંથી કોઈપણ કામ કરવાનો તેમના પાસે સંસાધન હોય છે ન તેમને ટ્રેનિંગ મળેલી હોય છે.
ઉત્તરાખંડના લોકોનું કહેવું છે કે, “આ વ્યવસ્થા તે સમયે ઠિક હતી જ્યારે પહાડોમાં કોઈ અપરાધ થતાં નહતા પરંતુ વર્તમાન સમયમાં આ વ્યવસ્થા ઠિક નથી. હવે તો પહાડો પણ અપરાધોથી મુક્ત રહી ગયા નથી અને પોલીસ ન હોવાના કારણે અપરાધી તત્વોને સતત બળ મળી રહ્યું છે. પટવારી પાસે એક ડંડો પણ હોતો નથી. આધુનિક હથિયાર તો ખુબ જ દૂરની વાત છે. એવામાં જો કોઈ અપરાધ થાય છે તો વિસ્તારનો પટવારી ઈચ્છે તો પણ ઝડપી કાર્યવાહી કરી શકતો નથી.”
વર્ષ 2018માં ઉત્તરાખંડ હાઇકોર્ટે આ વ્યવસ્થા સમાપ્ત કરવાના આદેશ આપ્યા હતા. તે સમયે એક કેસની સુનાવણી કરતાં જસ્ટિસ રાજીવ શર્મા અને જસ્ટિસ આલોક સિંહની ખંડપીઠે આદેશ આપ્યો હતો કે છ મહિનાની અંદર આખા પ્રદેશમાં રાજસ્વ પોલીસની વ્યવસ્થા સમાપ્ત કરવામાં આવે અને બધા વિસ્તારોને પ્રદેશ પોલીસના ક્ષેત્રાધિકારમાં સામેલ કરવામાં આવે. પરંતુ આ આદેશના આટલા વર્ષો પછી પણ કોઈ જ કાર્યવાહી થઈ શકી નહીં.
તેવામાં એક વખત ફરીથી અંકિતા ભંડારી મર્ડર કેસ પછી પોલીસ પટવારી સિસ્ટમ પર પ્રશ્ન ઉભા થવા લાગ્યા હતા. હવે હત્યા, રેપ જેવા જઘન્ય અપરાધોની તપાસ નિયમિત પોલીસ જ કરશે. બધા જ કેસોની ફાઈલ તરત જ પોલીસને આપવામાં આવશે અને અન્ય અપરાધોને પણ તબક્કાવાર રીતે પોલીસ પાસે મોકવામાં આવશે. ઉત્તરાખંડ સરકારે કેબિનેટની બેઠકની વિગતો સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી. રાજ્ય સરકારે કોર્ટને કહ્યું કે તે પોલીસ પટવારી સિસ્ટમને તબક્કાવાર ખતમ કરશે. સરકાર ઉત્તરાખંડ હાઈકોર્ટના 2018ના નિર્ણયને લાગુ કરશે. આ કેસની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટે બંધ કરી દીધી છે.
Advertisement