Gujarat Exclusive > આપણી જરૂરિયાત > ધનતેરસ પર 15 ટન વેચાઇ ગયા સોનાના ઘરેણા અને સિક્કા

ધનતેરસ પર 15 ટન વેચાઇ ગયા સોનાના ઘરેણા અને સિક્કા

0
96

નવી દિલ્હી: સોનુ ઓલ ટાઇમ હાઇથી 8000 રૂપિયાથી વધુ સસ્તુ થવાની અસર બજારમાં જોવા મળી હતી. કનફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ કહ્યુ કે ધનતેરસ પર દેશભરમાં લગભગ 75,000 કરોડ રૂપિયાનુ વેચાણ થયુ. આશરે 15 ટન સોનાના આભૂષણોનું વેચાણ થયુ છે. કૈટે જણાવ્યુ કે તેમાં દિલ્હીમાં 1,000 કરોડ રૂપિયા, મહારાષ્ટ્રમાં આશરે 1,500 કરોડ રૂપિયા, ઉત્તર પ્રદેશમાં 600 કરોડ રૂપિયાનું વેચાણ સામેલ છે. દક્ષિણ ભારતમાં, લગભગ 2,000 કરોડ રૂપિયા વેચાણનું અનુમાન છે.

મહત્વપૂર્ણ છે કે દિવાળી પહેલા બજારમાં ધનતેરસની સકારાત્મક શરૂઆત થઇ હતી અને ગુમાવેલી ચમક પરત મેળવતા સોનાના આભૂષણો અને સિક્કાના વેચાણથી કોવિડના પ્રથમ સ્તર પર પહોચવા તરફ છે. મહામારીની ઘટતી ચિંતાઓ અને માંગમાં તેજી સાથે ગ્રાહકોની ભીડ સોનાની ખરીદદારી માટે દુકાનો તરફ ફરી રહી છે.

દુકાનમાં અને ઓનલાઇન વેચાણ ઝડપથી થવાની સાથે સોનાની કિંમતમાં ઓગસ્ટની નજીક 57,000 રૂપિયા પ્રતિ ગ્રામ રેકોર્ડના સ્તરની તુલનામાં અપેક્ષાકૃત નરમ હોવાની સાથે મંગળવારે ખરીદદારીમાં વધારો થયો છે. વિશેષ રીતે હલ્કા સોનાના ઉત્પાદનના વેચાણમાં વધારો થયો છે. હિન્દૂ માન્યતા અનુસાર ધનતેરસને કિંમતી ધાતુઓથી લઇને વાસણ સુધીની ખરીદી માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે.

આ પણ વાંચો: ખેડૂત આંદોલન-મોંઘવારીની અસર! 13 રાજ્યોની પેટાચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ

ઓફલાઇન ખરીદી વધી

ઘરેણાની દુકાનોમાં ગ્રાહકોની વધેલી ભીડ જોવા મળી હતી, જેનાથી ઓફલાઇન ખરીદી ફરી વધી હતી. એક વર્ષ પહેલાની તુલનામાં દુકાનમાં જઇને ખરીદી કરનારા ગ્રાહકોની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે. ધનતેરસના દિવસે 20-30 ટન સોનુ વેચવામાં આવે છે અને આ વર્ષે ક્ષેત્રની કંપનીઓ અનુસાર, માત્રા થોડી વધુ હોવાની આશા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat