Gujarat Exclusive > દેશ-વિદેશ > પાકિસ્તાનથી તાલિમ લઇને 15 બાંગ્લાદેશી આતંકીઓ ભારતમાં ઘુસ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

પાકિસ્તાનથી તાલિમ લઇને 15 બાંગ્લાદેશી આતંકીઓ ભારતમાં ઘુસ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

0
21

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ એટીએસએ આઇએસઆઇ મોડયૂલનો પર્દાફાશ કર્યો છે અને ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. સાથે જ તેમની પાસેથી મોટા પ્રમાણમાં આઇઇડી પણ જપ્ત કર્યું છે.

આ આતંકીઓની ધરપકડ પહેલા લખનઉ, રાયબરેલી, પ્રયાગરાજ અને પ્રતાપગઢ એમ ચાર જિલ્લાઓમાં એટીએસએ દરોડા પાડયા હતા. જ્યારે દિલ્હી પોલીસ દ્વારા પણ નવરાત્રી દરમિયાન દિલ્હી, યુપી, મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં મોટા આતંકી હુમલાના કાવતરાનો પર્દાફાશ કરાયો છે અને કુલ છ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે સૌથી પહેલા એક આતંકીની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરાઇ હતી, જેની પૂછપરછ બાદ યુપીમાથી ત્રણ અને દિલ્હીમાંથી બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. એટલે કે પુરા ઘટનાક્રમમાં કુલ છ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આતંકીઓના નિશાના પર નવરાત્રીની ઉજવણી દરમિયાન એકઠી થતી ભીડ હતી. ધરપકડ કરાયેલા પૈકી બે આતંકીઓને 15 દિવસની તાલિમ માટે પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા.

આ આતંકીઓ ફ્લાઇટથી મસ્કટ પહોંચ્યા અને બાદમાં બોટની મદદથી પાકિસ્તાન ગયા હતા. ઉત્તર પ્રદેશ એટીએસ ઉપરાંત દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાક.થી સંચાલિત આતંકી મોડયૂલનો ભાંડો ફોડયો હતો. પોલીસની ટીમે બે આતંકીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકીઓના નામ જીશાન, જાન મોહમ્મદ અલી, મોહમ્મદ અબૂ બકર, ઓસામા, મોહમ્મદ આમીર જાવેદ અને મૂલચંદ ઉર્ફ લાલા છે.

ટ્રેનિંગ બાદ તેમને પાકિસ્તાનથી ભારત પરત મોકલી દેવામાં આવ્યા હતા. આ આતંકીઓની યોજના નવરાત્રી દરમિયાન યુપી, દિલ્હી, મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાં મોટા આતંકી હુમલા કરવાની હતી. પાકિસ્તાનમાં રહી રહેલા અંડર વર્લ્ડ ડોન દાઉદના ભાઇ અનીસને ભારતમાં આ આતંકીઓને હિથયારો પુરા પાડવાની જવાબદારી સોપવામાં આવી હતી.

આ સાથે જ પાકિસ્તાનમાં અન્ય 15 બાંગ્લાદેશી આતંકીઓેએ પણ તાલિમ લીધી હતી, જેને પણ આ આતંકીઓની સાથે ભારતમાં મોકલી દેવામાં આવ્યા છે. જેની શોધખોળ ચાલી રહી છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ દ્વારા સુરક્ષા જવાનો પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ચાર નાગરિકો ઘવાયા હતા.

આતંકીઓએ સુરક્ષા જવાનોના વાહન પર ગ્રેનેડ ફેક્યો હતો પણ તે નિશાન ચુકી જતા આમ નાગરિકો પર પડયો હતો, જેને પગલે જવાનો પરની મોટી ઘાત ટળી હતી પણ આમ નાગરિકો ઘવાયા હતા જેમને હાલ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. બીજી તરફ આતંકીઓ દ્વારા અહીંના નેશનલ હાઇવે નંબર 44 પર છ ગ્રેનેડ બીછાવ્યા હતા, જેને શોધીને સુરક્ષા જવાનોએ નાશ કર્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat