Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > 10મેએ માણસા સ્વામિનારાયણ મંદિરમાં 149મો પાટોત્સવ યોજાશે

10મેએ માણસા સ્વામિનારાયણ મંદિરમાં 149મો પાટોત્સવ યોજાશે

0
394

અમદાવાદ: સ્વામિનારાયણ સંપ્રદાયના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળ આવતા માણસા સ્વામિનારાયણ મંદિરની મુર્તિઓને નવા મંદિરમાં ખસેડવા મામલે ગુજરાત હાઇકોર્ટે ચેરિટી કમિટીના હુકમ પર સ્ટે આપ્યો છે. જેને પગલે 10મેના રોજ માણસા સ્વામિનારાયણ મંદિરમાં 149મો પાટોત્સવ યોજાશે.નવા મંદિરમાં આ પહેલા મૂર્તિઓને ખસેડવા સામે ચેરીટી કમિશનરે મનાઇ ફરમાવી હતી. આર્ચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજીએ અરજી કરી હતી જેના પગલે કોર્ટે હુકમ કર્યો છે. કૌશલેન્દ્રપ્રસાદજી તેજેન્દ્રપ્રસાદજીના પુત્ર છે. જેના પગલે આજે હાઈકોર્ટે ચુકાદો આપતા પાટોત્સવ યોજાશે.