Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાના કેસ વધતા ઓડિશામાં 14 દિવસનું લોકડાઉન, 5મીં મેથી બધુ રહેશે બંધ

કોરોનાના કેસ વધતા ઓડિશામાં 14 દિવસનું લોકડાઉન, 5મીં મેથી બધુ રહેશે બંધ

0
39

ભુવનેશ્વર: કોરોનાની બીજી લહેર બેકાબૂ બનતી જઈ રહી છે, જેના કારણે સમગ્ર દેશની મુશ્કેલી વધી રહી છે. પ્રતિદિન કોરોના સંક્રમિતોના આંકડામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે, હોસ્પિટલોમાં દવા અને ઑક્સિજનની કમીના કારણે દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. એવામાં કોરોનાના વધતા જતા સંકટ વચ્ચે ઓડિશાની નવીન પટનાયક સરકારે મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત રાજ્યમાં 14 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. Odisha Lockdown

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે જાહેરાત કરતા જણાવ્યું કે, કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે રાજ્યમાં આગામી 5મીં મેથી 19 મે સુધી 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ દરમિયાન લોકોએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે. Odisha Lockdown

ઓડિશામાં દેશના અન્ય રાજ્યોની જેમ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા પડોશી રાજ્યોમાં કોરોનાના પોઝિટિવ કેસો ઝડપથી વધી રહ્યાં છે. અહીં પણ લૉકડાઉન જેવા પ્રતિબંધો લગાવવામાં આવ્યાં છે. એવામાં ઓડિશાની સરકારે પણ અન્ય રાજ્યોથી આવનારા લોકોને ધ્યામાં રાખીને રાજ્યમાં પણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો:  ન્યૂઝીલેન્ડ એમ્બેસીએ કોંગ્રેસ નેતા પાસે ઑક્સિજનની માંગી મદદ, ભારત સરકાર પર ઉઠ્યા સવાલ Odisha Lockdown

જણાવી દઈએ કે, ઓડિશામાં 30 એપ્રિલે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 8681 નવા કેસ સામે આવ્યા હતા. હાલ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 4,54,607 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં રાજ્યના 2054 નાગરિકોને ભરખી ચૂક્યો છે. હાલ રાજ્યમાં 61,505 કોરોનાના એક્ટિવ કેસો છે, જ્યારે 3,91,048 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat