Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં 14 દિવસના નવજાત બાળકનું કોરોનાથી મોત

સુરતમાં 14 દિવસના નવજાત બાળકનું કોરોનાથી મોત

0
162

સુરત: કોરોના સંક્રમણની બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. તાજેતરમાં સુરતમાં 13 વર્ષના બાળકે કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા બાદ આજે 14 દિવસના માસૂમને કોરોના ભરખી જતા દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. Covid 19 In Surat

આ અગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત 14 દિવસના બાળકે 11 દિવસની સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા છે. સુરતમાં આટલી નાની વયમાં કોરોના સંક્રમિદના મોતનો કદાચ આ પ્રથમ કેસ હશે.

બાળકના પિતા રોહિત વસાવાના જણાવ્યા મુજબ, જન્મના ત્રીજા દિવસે જ તેમના પુત્રની તબિયત બગડી હતી. તેને કિડની અને ખેંચની બીમારી હતી. જેથી અમે તેને વ્યારા લઈ ગયા હતા. જ્યાં કેટલાક રિપોર્ટ બાદ બાળકને કોરોના હોવાનું કહીને અમને સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હાલ નવજાતના મૃતદેહને પોસ્ટ મોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  જયંતી વિશેષ: ડૉ. આંબેડકરે ઈસ્લામ, ખ્રિસ્તી કે શીખ ધર્મની જગ્યાએ બૌદ્ધ ધર્મ જ કેમ સ્વીકાર્યો? Covid 19 In Surat

જણાવી દઈએ કે, સુરતમાં કોરોના સંક્રમણ હાહાકાર મચાવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના નવા 1441 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં શહેરી વિસ્તારમાં 1264 અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ 177 નવા દર્દીઓ નોંધાયા છે. બાળકોમાં પણ વધી રહેલા કોરોના સંક્રમણને કારણે વડોદરા અને અમદાવાદમાં નવો કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. Covid 19 In Surat

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat