Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: માસ્ક વિના ફરતા 1328 લોકો પાસેથી ₹ 13 લાખથી વધુ દંડ વસૂલાયો

અમદાવાદ: માસ્ક વિના ફરતા 1328 લોકો પાસેથી ₹ 13 લાખથી વધુ દંડ વસૂલાયો

0
169

Caught Without Mask: અમદાવાદમાં કોરોના સંક્રમિતોની (Ahmedabad Corona) સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વૅક્સીન ના શોધાય ત્યાં સુધી તકેદારી એજ એકમાત્ર ઉપાય છે. કોરોના સંક્રમણથી બચવા માટે હાલ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આવશ્યક છે. આમ છતાં કેટલાક લોકો માસ્ક પહેર્યા વિના (Not Wearing Mask) ફરતા લોકો પર પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં એક તરફ કોરોનાના કેસોમાં (Ahmedabad Corona) સતત વધારો થઈ રહ્યો છે, ત્યાં લોકો માસ્ક પહેરવાનું ટાળી (Not Wearing Mask) રહ્યાં છે. જે ગંભીર ચિંતાનો વિષય છે. આથી પોલીસ દ્વારા સતત આવા લોકો (Caught Without Mask) પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં પોલીસે માસ્ક પહેર્યા વિના ફરતા 1328 લોકોને ઝડપીને (Caught Without Mask) તેમની પાસેથી 13.28 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

અમદાવાદ શહેરમાં રાત્રી કરફ્યુ (Ahmedabad Night Curfew) છતાં કામ વિના રાત્રે 9 વાગ્યા બાદ ફરવા નીકળેલા 172 લોકો વિરુદ્ધ પણ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો: રાજકોટ: હોસ્પિટલ કર્મચારીએ જીવના જોખમે 7 દર્દીઓની જિંદગી બચાવી

કોરોના સંક્રમણને કાબૂમાં કરવા માટે લોકોને માસ્ક પહેરવા પ્રત્યે જાગૃત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. માસ્ક વિના (Not Wearing Mask) ફરી રહેલા લોકોને ઝડપી પાડવા માટે શહેરના દરેક ચાર રસ્તા પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને શહેરના દરેક વિસ્તારમાં ભરાતા શાક માર્કેટ સહિતના બજારોમાં પોલીસ સતત ચેકિંગ કરીને માસ્ક વિના ફરી રહેલા લોકો પર કાર્યવાહી કરી રહી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9