Gujarat Exclusive > દેશ-વિદેશ > ગ્વાલિયરમાં ગમખ્વાર અકસ્માત, રિક્ષા અને બસ વચ્ચે ટક્કરથી 13ના મોત

ગ્વાલિયરમાં ગમખ્વાર અકસ્માત, રિક્ષા અને બસ વચ્ચે ટક્કરથી 13ના મોત

0
130

ભોપાલ: મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બસ અને ઓટો રિક્ષા વચ્ચે ભીષણ ટક્કર થઈ છે. જેમાં 13 લોકોના મોચ નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે. Gwalior Accident

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વહેલી સવારે એક ઓવર લોડ ઓટો રિક્ષા ગ્વાલિયરથી મુરૈના રોડ પર ચમનપાર્ક તરફ જઈ રહ્યો હતો. જ્યારે બસ ગ્વાલિયરથી મુરૈના તરફ આવી રહી હતા. આ દરમિયાન આનંદપુર હોસ્પિટલ સામે રિક્ષા અને બસ સામસામે ધડાકાભેર ટકરાયા હતા. જેમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં બેઠેલા તમામ 13 લોકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. Gwalior Accident

આ પણ વાંચો: અમદાવાદમાં દેહવિક્રય: ભાડજ સર્કલ પાસે 2 કિમી વિસ્તારમાંથી 15 સેક્સ વર્કર ઝડપાઈ Gwalior Accident

એવું કહેવાય છે કે, આ ઓટો રિક્ષા ઓવરલોડ હતી, કારણ કે તેમાં રિક્ષા ચાલક સહિત કુલ 13 લોકો સવાર હતા. જેમાં 12 મહિલાઓ હતા. આ તમામ મહિલાઓ આંગણવાડી કેન્દ્ર સાથે સંકળાયેલી હતા અને રિક્ષામાં પોત-પોતાના કેન્દ્રો પર જઈ રહી હતી. જ્યારે બીજી તરફ બસમાં સવાર કેટલાક લોકોને પણ સામાન્ય ઈજા પહોંચી છે. Gwalior Accident

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

 

 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat