Gujarat Exclusive > દેશ-વિદેશ > બંગાળના જલપાઈગૂડીમાં ધૂમ્મસના કારણે ગમખ્વાર અકસ્માત, 13 લોકોના મોત

બંગાળના જલપાઈગૂડીમાં ધૂમ્મસના કારણે ગમખ્વાર અકસ્માત, 13 લોકોના મોત

0
53

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ધૂમ્મસના કારણે મોટી દૂર્ઘટના ઘટી છે. ધૂપગુરી વિસ્તારમાં મંગળવારે રાત્રે નવ વાગ્યે એક બોલ્ડર (ગોળ મોટા પથ્થર) ભરેલી ટ્રક અનેક વાહનો સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 18 લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘાયલોને જલપાઇગુરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જલપાઈગુડીના એસએસપી ડો. સુમંત રોય અનુસાર, મંગળવારે રાત્રે લગભગ 9 વાગીને 5 મીનિટ પર પથ્થર ભરેલી એક ટ્રક માયાનાલીથી પ્રસાર થઈ રહી હતી. ટ્રક યમનાગુડી તરફ જઈ રહી હતી. બીજી તરફથી એક ટાટા મેજિક, મારૂતિ વેન રોંગ સાઈડથી આવી રહી હતી. ધૂમ્મસના કારણે પહેલા ટ્રક અને ટાટા મેજિક વચ્ચે ટક્કર થઈ. તે પછી ટ્રક અને મારૂતિ વેન પણ ટક્કર થઈ ગઈ.

આ દરમિયાન ટ્રકથી કેટલાક બોલ્ડર ગાડીઓ પર પડ્યા હતા. આ ઘટનામાં 13 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા, જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા, જેમને ઘુલપુડી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. તે પછી તેમને જલપાઈગુડીની હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા.

નજરે જોનારાઓનું કહીએ તો બોલ્ડરથી ભરેલું ટ્રક અન્ય ટ્રકોને ઓવરટેક કરી રહ્યું હતું. આ દરમિયાન રોંગ સાઈડે આવેલી ગાડીઓ સાથે તેની ટક્કર થઈ ગઈ. ટક્કર પછી ટ્રકના અનેક બોલ્ડર બીજી ગાડીઓ પર પડ્યા હતા. આ અકસ્માત મામલે ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે.