Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં પાછલા 24 કલાકમાં નવા 12978 કેસ, 153 લોકોના મોત

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં નવા 12978 કેસ, 153 લોકોના મોત

0
35

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના નવા 12978 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે વધુ 153 લોકોના મોત નીપજ્યા છે. એક સકારાત્મક સમાચાર તે છે કે, ગુજરાતમાં સાજા થનારા દર્દીની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ 11146 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 7508 નાગરિકોનો કોરોનાથી મોત નિપજ્યો છે. બીજી તરફ આજે વધુ 11146 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 440276 દર્દીઓએ કોરોનાને માત આપી છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 146818 દર્દી સારવાર હેઠળ છે. ગંભીર સ્થિતિના કારણે 722 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

જોકે, હજું પણ ગુજરાતના તમામ મોટા શહેરોમાં લોકો ઓક્સિજન અને બેડ માટે ફાંફા મારી રહ્યાં હોવાના સમાચાર સતત સામે આવી રહ્યાં છે. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં લોકો સુવિધાના અભાવના કારણે મુશ્કેલીમાં મૂકાઈ રહ્યાં છે. તે ઉપરાંત નાના શહેરોમાં પણ ઓક્સિજનની અછત સામે દર્દીઓને ઝઝૂમવું પડી રહ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat