નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12,516 નવા કેસ સામે આવ્યા છે. સાથે જ 13,155 લોકો આ મહામારીથી સ્વસ્થ થયા છે. આ સિવાય દેશમાં 501 લોકોના કોરોનાથી મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3,44,14,186 છે. સક્રિય કેસની સંખ્યા 1,37,416 છે, જે 267 દિવસમાં સૌથી ઓછી છે.
રિકવરી કેસની સંખ્યા 3,38,14,080 છે. સાથે જ દેશમાં અત્યાર સુધી કોરોનાથી કુલ મોતની સંખ્યા 4,62,690 છે. દેશમાં કુલ વેક્સીનેશનનો આંકડો 1,10,79,51,225 છે. રિકવરી રેટ 98.26 ટકા છે. ભારતીય તબીબી અનુસંધાન પરિષદ (ICMR)એ જણાવ્યુ કે દેશમાં ગુરૂવારે કોરોના વાયરસ માટે 11,65,286 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગુરૂવાર સુધી કુલ 62,10,67,350 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે.
COVID-19 | India reports 12,516 new cases and 501 deaths in the last 24 hours; Active caseload stands at 1,37,416 ( lowest in 267 days): Ministry of Health and Family Welfare pic.twitter.com/i3Obejuvnr
— ANI (@ANI) November 12, 2021
કેરળમાં 7,224 કોરોનાના નવા કેસ
કેરળમાં કોરોના વાયરસ સંક્રમણના 7,224 નવા દર્દી મળ્યા છે અને 419 સંક્રમિતોના મોત થયા છે. તે બાદ કુલ કેસ 50,42,082 પર પહોચી ગયા છે. જ્યારે મૃતક સંખ્યા 35,040 થઇ ગઇ છે. બુધવારથી 7,638 દર્દી સંક્રમણથી સ્વસ્થ થયા છે, જે બાદ સંક્રમણ મુક્ત થનારા દર્દીઓની સંખ્યા 49,36,791 થઇ ગઇ છે. સંક્રમણની સારવાર કરાવી રહેલા દર્દીની સંખ્યા 69,625 રહી ગઇ છે.
આ પણ વાંચો: કોવેક્સીન કોરોના વિરૂદ્ધ 77.8 % પ્રભાવી
ગુજરાતમાં કોરોના વાયરસના 40 નવા કેસ સામે આવતા કુલ કેસની સંખ્યા 8,26,866 પર પહોચી ગઇ છે. જ્યારે આ મહામારીથી કોઇ દર્દીનું મોત થયુ નથી. સ્વાસ્થ વિભાગ તરફથી જાહેર એક જાહેરાત અનુસાર ગુરૂવારે હોસ્પિટલમાંથી 21 દર્દીને રજા આપવામાં આવી છે. આ સાથે જ સંક્રમણ મુક્ત થનારા લોકોની સંખ્યા વધીને 8,16,542 થઇ ગઇ છે.