Gujarat Exclusive > દેશ-વિદેશ > COVID-19: મુંબઈમાં એક જ પોલીસ સ્ટેશનના 12 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત

COVID-19: મુંબઈમાં એક જ પોલીસ સ્ટેશનના 12 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત

0
495

મુંબઈ: દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. જેમાં મુંબઈ સહિત રાજ્યના અન્ય શહેરોમાં કોરોના વાઈરસ સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે જેજે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 12 પોલીસ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત મળી આવતા પોલીસ બેડામાં ચકચાર મચી છે.

સોમવારે મુંબઈના જેજે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 6 પોલીસ ઓફિસર અને 6 પોલીસ કોન્સ્ટેબલ કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. જે બાદ તકેદારીના ભાગરૂપે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 6 પોલીસ ઓફિસરો અને 48 કોન્સ્ટેબલોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

બીજી તરફ મુંબઈમાં આવેલા એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં સોમવારે કોરોના વાઈરસના 42 પોઝિટિવ કેસો નોધાયા છે. આ સાથે જ ધારાવીમાં આ વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 632 થઈ ગઈ છે. BMCના અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા 48 કલાક દરમિયાન ધારાવીમાં જીવલેણ વાઈરસના કારણે કોઈના મોતના સમાચાર નથી. ધારાવીમાં અત્યાર સુધી કોરોનાના કારણે 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોના સામે જંગમાં મોટી સફળતા, 24 કલાકમાં 1,074 લોકોએ કોરોનાને આપી માત