Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયના 12 એડિશનલ કલેક્ટરને IASમાં નોમિનેશન સાથે બઢતી

રાજયના 12 એડિશનલ કલેક્ટરને IASમાં નોમિનેશન સાથે બઢતી

0
182

ગાંધીનગરઃ રાજયના સામાન્ય વહિવટી વિભાગે 12 એડિશનલ કલેક્ટર રેન્કના ઉચ્ચ અધિકારીઓને IASમાં નોમિનેશન આપવાની સાથે બઢતી આપી છે. આ એડિશનલ કલેક્ટર રેન્કના આ અધિકારીઓને થોડાક દિવસ અગાઉ IASમાં નોમિનેશન આપવામાં આવ્યું હતું, આજે રાજય સરકારે આ અધિકારીઓને બઢતી આપીને બદલી કરી છે.

શનિવારે એડિશનલ કલેક્ટર રેન્કના 12 ઉચ્ચ અધિકારીઓને IASમાં નોમિનેશન આપવાની સાથે બઢતી આપી છે.

જેમાં મોરબી DRDOના ડાયરેક્ટર ડીડી જાડેજાને તે જ જગ્યા પર યથાવત રખાયા છે.

પોરબંદરના રેસીડન્સ એડિશનલ કલેક્ટર આરએમ તન્નાને પણ તે જ જગ્યા પર ચાલુ રખાયા છે.

વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટિ (VUDA) એબી પટેલને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર તરીકે જાળવી રખાયા છે.

ગાંધીનગર ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના જોઇન્ટ સેક્રેટરી પીઆર જોશી પણ તેમના હોદ્દા પર રહેશે.

જ્યારે IAS કેસી સંપત અંગે અલગથી જાહેરનામું બહાર પડાશે. ખેડા-નડિયાદના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર પણ તેમના હોદ્દા પર જળવાઇ રહ્યા છે.

ઉપરાંત મહેસાણાના ડિસ્ટ્રીક્ટ રુરલ ડેવલપમેન્ટ અજન્સીના ડાયરેક્ટર પીડી પલસાણા, ગાંધીનગરના ટેક્નિકલ એજ્યુકેશન નિયામક ઓફિસના જોઇન્ટ ડાયરેકટર એબી રાઠોડ, ગાંધીનગર વિધાનસભાના સ્પીકરના PA એનએન દવે, વડોદરા રિજિયનલ મ્યુ. કમિશનર ઓફિસના એડિશનલ કમિશનર વીએન શાહ, ગાંધીનગર સચિવાલય અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાહક બાબતો અને કોટેજ ઇન્ડસ્ટ્રીના પર્સનલ સેક્રેટરી એસકે પ્રજાપતિને IAS તરીકે બઢતીનો સમાવેશ થાય છે.