Gujarat Exclusive > દેશ-વિદેશ > બંગાળમાં BJPના 6, TMCના 5 કાર્યકરોની હત્યા, મમતાએ કહ્યુ- હિંસા રોકો

બંગાળમાં BJPના 6, TMCના 5 કાર્યકરોની હત્યા, મમતાએ કહ્યુ- હિંસા રોકો

0
47

કોલકાતા: બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ હિંસા થઇ રહી છે. ભાજપે કહ્યુ છે કે તેમના 6 કાર્યકર્તાઓની હત્યા થઇ છે તો ટીએમસીએ પણ કહ્યુ છે કે તેમના 5 કાર્યકર્તાઓ માર્યા ગયા છે. બન્ને પાર્ટીઓએ એક બીજા પર હિંસાનો આરોપ લગાવ્યો છે. આ વચ્ચે મમતા બેનરજીએ રાજ્યમાં શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.

બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 4 મેએ કોલકાતા પહોચી રહ્યા છે અને 5 મેએ ભાજપે દેશભરમાં પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. તે દિવસે જ મમતા બેનરજી ત્રીજી વખત બંગાળના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેવાના છે.

ગૃહમંત્રાલયે રિપોર્ટ માંગ્યો

હિંસાની ઘટનાઓ પર કેન્દ્રીય ગૃહમંત્રાલયે રિપોર્ટ માંગ્યો છે. બંગાળના ગવર્નર જગદીપ ધનખડે 3 મેએ સાંજે 5 વાગ્યે ભાજપના બંગાળ અધ્યક્ષ દિલીપ ઘોષ સાથે મુલાકાત કરી હતી. તે બાદ ગવર્નરે એક કલાક સુધી ટીએમસી ચીફ મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી અને હિંસાની ઘટનાઓ પર ચર્ચા કરી હતી. ગવર્નરે પણ રાજ્યના અધિકારીઓ સાથે હિંસાની ઘટના પર રિપોર્ટ માંગ્યો છે.

ભાજપનો દાવો- 6 કાર્યકર્તાઓની હત્યા થઇ

ભાજપનો દાવો છે કે તેમના ઓછામાં ઓછા 6 પાર્ટી કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. આ સિવાય કાર્યકર્તાઓના ઘર અને પાર્ટી કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો છે.

ટીએમસીનો દાવો- 5 સમર્થક માર્યા ગયા

ટીએમસીનો દાવો છે કે તેમના 5 સમર્થકોની હત્યા કરવામાં આવી છે, જેમાંથી 3 પૂર્વી બરદ્વાનના છે અને એક હુગલીનો છે.

ISFના પણ એક કાર્યકર્તા માર્યા ગયાના સમાચાર

ગઠબંધનમાં કોંગ્રેસ અને લેફ્ટની સહયોગી ઇન્ડિયન સેક્યૂલર ફ્રંટના એક કાર્યકર્તાની પણ દક્ષિણી પરગણા જિલ્લામાં મોતના સમાચાર છે.

મમતાની લોકોને શાંતિની અપીલ

મમતા બેનરજીએ લોકોને અપીલ કરતા કહ્યુ કે- બંગાળ શાંતિપ્રિય લોકોની જગ્યા છે. ચૂંટણીમાં માહોલમાં થોડી ગરમી રહે છે. ભાજપ અને CAPFએ લોકોને ઘણી તકલીફ પહોચાડી છે પરંતુ હું લોકોને શાંતિની અપીલ કરૂ છું. લોકો હિંસામાં સામેલ ના થાય. જો કોઇ ઝઘડો થાય છે તો પોલીસને જાણ કરો. પોલીસે કાયદો વ્યવસ્થા બનાવી રાખવી જોઇએ.

આ પણ વાંચો: બંગાળમાં ચૂંટણી પરીણામ બાદ હિંસા અંગે ભાજપ સાંસદની તૃણમુલ કાર્યકરોને ખુલ્લી ધમકી

ટીએમસી જીત બાદ પણ હિંસા કેમ કરી રહી છે?: ઘોષ

બંગાળ ભાજપના ચીફ દિલીપ ઘોષે કહ્યુ છે કે- આ સારૂ છે મમતા બેનરજીએ શાંતિની અપીલ કરી છે. જો માહોલ શાંત નથી થતો તો અમે ધરણા પ્રદર્શન કરીશું. ચૂંટણી પરિણામના 24 કલાકની અંદર અમારી પાર્ટીના 5-6 કાર્યકર્તા માર્યા ગયા છે. આશરે 1000 ઘરો અને પાર્ટી કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી છે. ટીએમસી જીત્યા બાદ પણ આ હિંસા કેમ કરી રહી છે?

મહત્વપૂર્ણ છે કે બંગાળના અલગ અલગ વિસ્તારમાં હિંસાના સમાચાર આવ્યા છે. સોશિયલ મીડિયા પર પણ હિંસા, આગ, મારપીટના કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat