Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિના બંદોબસ્તમાં ગેરહાજર રહેનાર 11 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિના બંદોબસ્તમાં ગેરહાજર રહેનાર 11 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ

0
80

અમદાવાદ: શહેરમાં મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ આવ્યા હતા. તેમના અમદાવાદ પ્રવાસ દરમિયાન શહેરમાં લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો આ બંદોબસ્તમાં શહેરના પૂર્વ એટલે કે સેક્ટર – 2 વિસ્તારના 6 પોલીસ સ્ટેશનના 11 પોલીસ કર્મીઓ ગેરહાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિનો અગત્યનો બંદોબસ્ત હોવા છતાં 11 પોલીસ કર્મીઓ ગેરહાજર રહેતા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા મોટેરા સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને તેનું ઉદ્ઘાટન કરવા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ આવ્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત ગાંધીનગરથી અમદાવાદના સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે આ બંદોબસ્તમાં સેક્ટર-2 વિસ્તારમાં આવેલા 6 પોલીસ સ્ટેશનના 11 પોલીસ કર્મીઓ ગેરહાજર રહ્યા હતા.

શાહીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ નાથાલાલ, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના એલઆર ચિરાગ નરેશભાઈ, અમરાઈવાડી પોલીસ સ્ટેશનના એલઆર જીતેન્દ્ર ધનજીભાઈ, મયુર દિલીપભાઈ, ગોમતીપુર પોલીસ સ્ટેશનના હેકો રાજેશ માનસિંહ, એલઆર ચિરાગ નારાયણભાઈ, વટવા પોલીસ સ્ટેશનના પોલીસ કોસ્ટેબલ અજયસિંહ નરેશકુમાર, ડબલ્યુએલઆર ખુશ્બુ બેન રાજેન્દ્ર ભાઈ, કોમલબેન રાજુભાઈ, ઓઢવ પોલીસ સ્ટેશનના ડબલ્યુએલઆર પ્રિયંકાબેન કૃષ્ણકુમાર અને ડબલ્યુએલઆર અંકિતાબેન રમણીકલાલ ને સસ્પેન્ડ કર્યા છે. આ અંગે સેક્ટર 2 નાં જોઇન્ટ કમિશનર ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, બંદોબસ્તમાં ગેરહાજર રહેતા 11 પોલીસ કર્મીઓ ને સસ્પેન્ડ કર્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat