Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > DGP શિવાનંદ ઝા સહિત 11 IPS અધિકારીઓ જાણો ક્યારે નિવૃત થશે?

DGP શિવાનંદ ઝા સહિત 11 IPS અધિકારીઓ જાણો ક્યારે નિવૃત થશે?

0
3580

ગાંધીનગર: ગુજરાતના DGP શિવાનંદ ઝા આગામી એપ્રિલ મહિનામાં નિવૃત થશે જ્યારે તાજેતરમાં SPGના DG બનેલા એકે સિંઘ પણ આવતા વર્ષે નિવૃત થવાના છે. આ બે અધિકારીઓ સહિત ગુજરાત કેડરના 11 IPS અધિકારીઓ આગામી એક વર્ષમાં વય મર્યાદાને કારણે નિવૃત થવાના છે.

ગુજરાત કેડરના 1998 બેન્ચના પોલીસ તાલિમ શાળાના આચાર્ય IGP આર જે સવાણી આ મહિને 31 ડિસેમ્બરે વય મર્યાદાને કારણે નિવૃત થશે જ્યારે આવતા વર્ષ 2020માં સૌ પ્રથમ ફેબ્રુઆરી મહિનામાં સિવિલ ડિફેન્સના એડિશનલ ડીજી 1987 બેન્ચના એડીજી પીબી ગોંડિયા તેમના બાદ અમદાવાદ રેન્જ આઇજી 1997 બેન્ચના IGP એકે જાડેજા માર્ચ મહિનામાં વય મર્યાદાને કારણે નિવૃત થશે.માર્ચ મહિનામાં SP કેડરના 2006 બેન્ચના આરએચ સંઘારા પણ નિવૃત થશે.

એપ્રિલ મહિનામાં ગુજરાતના DGP શિવાનંદ ઝા વય મર્યાદાને કારણે નિવૃત થશે તેઓ 1 માર્ચ, 2018ના રોજ ગુજરાતના DGP બન્યા હતા અને 25 મહિના સુધી DGP પદે ચાલુ રહેશે. તેમના પછી અમદાવાદ લાંચ રૂશ્વત બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર 2000 બેન્ચના આઇજી ડીબી વાઘેલા નિવૃત થશે.જૂન મહિનામાં 2001 બેન્ચના સુરત શહેરના સંયુક્ત પોલીસ કમિશનર એએન પટેલ પણ જૂન મહિનામાં વય મર્યાદાને કારણે નિવૃત થશે.

અમદાવાદમાં એક સમયના ડોન અબ્દુલ લતીફનું એન્કાઉન્ટર કરનાર ડીજી રેન્કના સીનિયર આઇપીએસ અધિકારી એટીએસના વડા 1985 બેન્ચના ડીજી એકે સુરોલિયા જુલાઇ મહિનામાં નિવૃત થશે. આ જ બેન્ચના અમદાવાદ શહેરના તત્કાલીન પોલીસ કમિશનર હાલમાં SPGના ડીજી બનેલા એકે સિંઘ સપ્ટેમ્બર મહિનામાં નિવૃત થશે.ઓક્ટોબર મહિનામાં 1987 બેન્ચના એડીજી કેકે ઓઝા અને 2008 બેન્ચના SP રેન્કના આઇપીએસ કેએ નિનામા ઓક્ટોબર મહિનામાં વય મર્યાદાને કારણે નિવૃત થશે.આમ ગુજરાતના 11 IPS અધિકારીઓ આગામી એક વર્ષમાં વય મર્યાદાને કારણે નિવૃત થવાના છે.

‘બેટી બચાવો, બેટી પઢાવો અને બેટી બઢાવો’! ગુજરાત સરકારમાં દર 4 પુરુષ IAS સામે માત્ર 1 મહિલા ઓફિસર