Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > ટાઈમ્સ રેન્કિંગ: ઉભરતી અર્થવ્યવસ્થામાં વિશ્વની ટોપ 100 યૂનિવર્સિટીમાં ભારતની ફક્ત 11

ટાઈમ્સ રેન્કિંગ: ઉભરતી અર્થવ્યવસ્થામાં વિશ્વની ટોપ 100 યૂનિવર્સિટીમાં ભારતની ફક્ત 11

0
249

વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં ભારતીય યૂનિવર્સિટીનો તાજેતરનું પ્રદર્શન સામાન્ય રહ્યુ છે. ટોપ 100 ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) ઈમર્જિંગ ઈકોનોમીઝ યૂનિવર્સિટી રેન્કિંગ 2020માં 11 ભારતીય યૂનિવર્સિટીએ જગ્યા બનાવી છે અને પણ તે એક રેકોર્ડ છે.

18 ફેબ્રુઆરીએ લંડનમાં જારી વિશ્લેષણ મુજબ ટોપ 100 લિસ્ટમાં કુલ 47 દેશો અને ટેરિટરીમાં માત્ર ચીન પાસે જ ભારતથી વધુ યૂનિવર્સિટી છે.

વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં કુલ 533 યૂનિવર્સિટીઓમાં કુલ 56 ભારતીય યૂનિવર્સિટી છે. 16માં સ્થાને ઈન્ડિયન ઈંસ્ટીટ્યૂટ ઓફ સાયન્સ (IISc)ભારતની ટોપ રેન્કિંગ વાળી સંસ્થા છે. ત્યાર બાદ IITનો સ્થાન છે.

‘ભારતીય ઉચ્ચ શિક્ષણ માટે એક ટર્નિંગ પોઈન્ટ હોઈ શકે છે’
THEના ચીફ નોલેજ ઓફિસર ફિલ બૈટી કહે છે કે, વિશ્વ રેન્કિંગમાં ભારતીય યૂનિવર્સિટીની સફળતા વિશે લાંબા સયયથી ચર્ચા ચાલી રહી છે અને લાંબા સમયથી તેને વેશ્વિક સ્તરે નબળું પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યુ છે. ફિલ બૈટી જણાવે છે કે, ઈમર્જિંગ ઈકોનોમીઝ યૂનિવર્સિટી રેન્કિંગ 2020 બતાવે છે કે, આપણી મજબૂત કાર્યપ્રણાલીમાં અનેક સંસ્થાનો દ્વારા અનેક પ્રકારની વાસ્તવિક પ્રગતિ થઈ રહી છે અને તે ભારતીય ઉચ્ચ શિક્ષણ માટે એક રોમાંચિત ટર્નિંગ પોઈન્ટ સાબિક થઈ શકે છે.

આ સંસ્થાઓએ ટોપ 100માં જગ્યા બનાવી

ભારત સરકારની ઈંસ્ટીટ્યુટ ઓફ એમિનન્સ સ્કીમ 2017માં શરૂ કરવામાં આવી હતી અને તેની એક સહભાગી યૂનિવર્સિટી અમૃતા વિશ્વ વિદ્યાપીઠમે 2019માં 141માં રેન્કથી 51 રેન્કનો મોટો કૂદકો મારી પ્રથમ વખત ટોપ 100માં જગ્યા બનાવી છે. THE મુજબ અમૃતા યૂનિવર્સિટીએ 2019ની સરખામણીમાં રેન્કિંગ મેટ્રિક્સના લગભગ બધા ક્ષેત્રોમાં સુધાર કર્યો છે.

ઈંસ્ટીટ્યૂટ ઓફ એમિનન્સ સ્કીમ મુજબ સામેલ કરવામાં આવેલી અન્ય યૂનિવર્સિટીએ પણ સૌથી વધારે સુધારા સાથે ટોપ 100માં જગ્યા બનાવી છે. તેમાં IIT ખડગપુર 23 રેન્કના સુધારા સાથે 32માં સ્થાને, IIT દિલ્હી 28 રેન્કના સુધારા સાથે સંયુક્ત રીતે 38માં સ્થાને અને IIT મદ્રાસ 12 રેન્કના સુધારા સાથે સંયુક્ત રીતે 63માં સ્થાને છે.


ઈન્ડિયન ઈંસ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી, રોપડ અને ઈંસ્ટીટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજીએ પ્રથમ વખત ટોપ 100 રેન્કિંગમાં જગ્યા બનાવી છે.

વર્ષ 2014થી શરૂ થયેલી આ રેન્કિંગમાં આ વર્ષે માત્ર બીજી વખત આવુ બન્યુ છે કે, જ્યારે 11 ભારતીય સંસ્થાઓએ ટોપ 100 રેન્કિંગમાં સ્થાન મેળવ્યુ છે. 2014માં વિશ્વ સ્તરે બહુ ઓછી યૂનિવર્સિટીઓએ રેન્કિંગમાં ભાગ લીધો હતો.

આ વ્યક્તિ છે સૌથી ધનિક ભારતીય CEO, 3100 કરોડ રૂપિયા છે સંપત્તિ