Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > લીમડીની સરકારી કોવિડ હોસ્પિટલમાં યમરાજાના ધામા, એક જ રાતમાં 11 દર્દીઓના મોત

લીમડીની સરકારી કોવિડ હોસ્પિટલમાં યમરાજાના ધામા, એક જ રાતમાં 11 દર્દીઓના મોત

0
56

સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રમાં પણ કોરોના વાઈરસની બીજી લહેર કહેર મચાવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમિતો અને કોરોનાથી મરણનો આંકડો સતત વધી રહ્યો છે. એમાંય જિલ્લાના લીંબડીમાં કોરોનાનો પ્રકોપ ચરમ પર જોવા મળી રહ્યો છે. અહીંની સરકારી કોવિડ હોસ્પિટલમાં જાણે યમરાજાએ ધામા નાંખ્યા હોય તેમ, એક જ રાતમાં 11 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. Limdi Covid Hospital

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, લીંબડી શહેર અને તેની આસપાસના ગામોના સંક્રમિતોને સારવાર અર્થે અહીની સરકારી કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક જ રાતમાં 11 દર્દીઓના મોત નીપજતાં લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

આ પણ વાંચો:   રાજીવ સાતવ કોરોનાથી સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ Limdi Covid Hospital

જણાવી દઈએ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. જિલ્લામાં અનેક ઠેકાણે વહીવટી તંત્ર અને સ્થાનિક નાગરિકો દ્વારા આકરા પગલા લેવામાં આવતા હોવા છતાં પોઝિટવ કેસો અને મરણનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. જીવલેણ કોરોના વાઈરસના સંક્રમણના ખૌફથી લોકો બિનજરૂરી ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. એમાંય હોસ્પિટલોમાં બેડ ના મળવાથી, ઑક્સિજન અને દવાની અછતના કારણે પણ દર્દીઓ યોગ્ય સારવારના અભાવે દમ તોડી રહ્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat