Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: વટવા રેલવે ફાટક પાસે 108 ઇમરજન્સી વાન આગમાં લપેટાઈ

BREAKING: વટવા રેલવે ફાટક પાસે 108 ઇમરજન્સી વાન આગમાં લપેટાઈ

0
89

અમદાવાદના વટવા રેલવે ફાટકવાળા માર્ગ પર નવાપુરા પાસે 108ની ઇમરજન્સી વાન આગના ભરડામાં લપેટાઈ હતી. આમ લોકોને સંકટ સમયે ઉગારતી 108 વાન જ પોતે જ સંકટમાં મૂકાઈ હતી. જો કે આ આગમાં 108ના કર્મચારીઓને કોઈ ઇજા થઈ નથી, બધા સલામત છે.

આ આગની જાણ તાત્કાલિક ફાયરબ્રિગેડને કરતા કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ કાબૂમાં લીધી હતી. 108ની વાનમાં રસ્તા પર આગમાં લપેટાતા લોકોના ટોળેટોળા આ જોવા માટે વળ્યા હતા અને કેટલાક તેનો લાઇવ વિડીયો પણ ઉતારતા હતા. તેના લીધે લોકોના ટોળાને વીખેરવા માટે પોલીસ કાફલો પણ બોલાવાયો હતો.