Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લ્યો બોલો: અમદાવાદમાં 10 વર્ષનો ‘તારંક’ બન્યો સર્ટિફાઈડ ગેમ ડેવેલ્પર

લ્યો બોલો: અમદાવાદમાં 10 વર્ષનો ‘તારંક’ બન્યો સર્ટિફાઈડ ગેમ ડેવેલ્પર

0
337

આકીબ છીપા, અમદાવાદ: કોરોના મહામારીને કારણે શાળા-કોલેજમાં ફિઝિકલ સ્ટડીઝ થઈ રહી નથી ત્યારે ઘણા બાળકો તેનો સદ-ઉપયોગ કરી રહ્યાં છે. અમદાવાદના શાહીબાગમાં આર્મી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા 10 વર્ષીય તારંક અયાચીતે (Tarank Ayachit) 3 મહિનાના સમયગાળામાં ગેમ ડેવેલોપરનો સર્ટિફિકેટ મેળવ્યું છે. 10 વર્ષની વયે મોટાભાગના બાળકો બધી વસ્તુઓ જાતે કરી શકતા નથી ત્યારે તારંકે સ્કવેર કેક્યુલેટર, કન્ટ્રોલ કોઇન્સ સહિતની ગેમ અને એપ ડેવેલ્પ કર્યા છે.

ગુજરાત એક્સકલ્યુઝીવ સાથે વાતચીત કરતા તારાંક (Tarank Ayachit)ના પિતા ઇન્દ્રજીત અયાચિત કે જે હાલ ભારતીય-ચીન સરહદ પર આવેલા લદાખમાં સૈનિક તરીકે કાર્યરત છે તેમણે જણાવ્યું હતું કે અમારા સબંધીઓએ અમને તારંક (Tarank Ayachit)ને ગેમ અને એપ્સ ડેવેલોપર તરીકે શિક્ષણ આપવાની ભલામણ કરી હતી. જેને માન રાખી અમે ઓગસ્ટ-2020માં તારંકને વાઈટ-હેટ જુનિયરમાં લાઈવ ઓનલાઈન કોડિંગનો અભ્યાસ શરુ કરાવ્યો હતો અને લગભગ 3 મહિનામાં એટલે કે ઓક્ટોબર-2020માં તેણે ઓનલાઈન ગેમ્સ અને એપ ડેવલોપ કર્યા છે. 10 વર્ષની વય ખૂબ જ નાની કહેવાય છે અને ત્રણ મહિનાના સમયગાળામાં આ ઉપલબધી હાંસલ કરી છે.

Tarank Ayachit

આ પણ વાંચો: નાના ભાઈના ટિફિનમાંથી જમવા બદલ મોટાભાઈને મળી મોતની ભેટ

આ મુદ્દે વાતચીત કરતા ઇન્દ્રજીતે ઉમેર્યું હતું કે બાઇનરી સ્ટ્રીંગ, હોસ્પિટલ ડિઝાઈન સહિતની કુલ 10 એપ અને ગેમ ડેવલોપ કરતા તેને વાઈટ-હેટ જુનિયર તરફથી સર્ટિફાઈડ ગેમ ડેવેલોપરનો સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. નાની વયે બાળકોની યાદ શક્તિ વધુ હોવાથી તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ વહેલી તકે શીખી શકે છે અને આ વયમાં તેમને કોડિંગ શીખવાડવામાં આવે તો તેમની ક્રિએટિવિટીમાં વધારો થઈ શકે છે.

શું છે વાઈટ-હેટ જુનિયર

વાઈટ-હેટ જુનિયર 6થી 14 વર્ષના બાળકોને કોડિંગની મૂળભૂત વસ્તુઓ જેમ કે લોજિક, સ્ટ્રક્ચર, સિકવેન્સ અને આલગોરીધમની શીખ આપે છે જે એપ્સ અને એનિમેશન બનાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તમામ વર્ગ ઓનલાઈન આપવામાં આવે છે. હાલ સમગ્ર વિશ્વમાં 25 લાખ જેટલા બાળકો આ કોર્સ હેઠળ શિક્ષણ મેળવવા માટે નોંધણી કરાવી છે.

તારંક (Tarank Ayachit) હાલ અમદાવાદની આર્મી પબ્લિક સ્કૂલમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. તેનું પરિવાર મૂળ મહારાષ્ટ્રના પારલી-વૈજનાથનું વતની છે અને થોડા સમયથી અમદાવાદમાં સ્થાઈ છે.