Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: માઇક્રો કન્ટેઇન્મેન્ટમાંથી 35 દૂર, 10 વિસ્તારો ઉમેરાયાં

અમદાવાદ: માઇક્રો કન્ટેઇન્મેન્ટમાંથી 35 દૂર, 10 વિસ્તારો ઉમેરાયાં

0
107
  • થલતેજ, બોડકદેવ વિસ્તારોમાં કોરોનાનો પ્રભાવ યથાવત

  • ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૈથી વધુ 3 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો

અમદાવાદ: ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો ગઇકાલ 1372 કેસો હતા. તેની સામે આજે 1408 કેસો નોંધાયા છે. આમ ગઇકાલ કરતાં આજે કેસોની સંખ્યા વધી છે. તેની સામે અમદાવાદમાં બુધવારે નોંધાયેલા કેસો કરતાં આજે ચાર કેસો ઘટીને 156 કોરોનાના કેસો નોંધાયા હતા. પરંતુ નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં આજે ફરીવાર ઘટાડો થયો છે. આજે 10 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો ઉમેરાયા છે. જો કે દૂર કરાયેલાં માઇક્રો કન્ટેન્મેન્ટની સરખામણીમાં નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં પણ ખાસ કરીને થલતેજ, બોડકદેવ વિસ્તારોમાં ત્રણ સ્થળોનો માઇક્રો કન્ટેન્મેન્ટમાં સમાવેશ થાય છે. આમ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો રહ્યા છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હાલમાં અમદાવાદ શહેરમાં 288 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો અમલમાં છે. જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 30 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 10 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 288 વિસ્તારોમાંથી 30 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 258 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 10 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 268 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો: રાજ્યમાં આજે ફરી 1400થી વધુ કોરોના કેસ, કુલ આંક 1,28,949

નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોનના 3, તથા ઉત્તર ઝોનમાં 1, પૂર્વ ઝોનમાં 2, દક્ષિણ તથા પશ્ચિમ ઝોનના એક અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3 વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં થલતેજ તથા બોડકદેવ વિસ્તારોનો સમાવેશ થયો છે. જયારે ખોખરા, વટવા, અને ઇન્દ્રપુરી વિસ્તારો પણ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં ઉમેરાયા છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 25 સપ્ટેમ્બરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.