Gujarat Exclusive > દેશ-વિદેશ > આકાશમાંથી આગ વરસી! વિશ્વના 15 સૌથી ગરમ સ્થળોમાં ભારતના 11

આકાશમાંથી આગ વરસી! વિશ્વના 15 સૌથી ગરમ સ્થળોમાં ભારતના 11

0
343

ભારતના ઉત્તર અને મધ્ય વિસ્તારમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. રવિવારની જેમ જ સોમવારે પણ તાપમાન ઊંચુ જોવા મળ્યું હતું. હવામાનની દેખરેખ રાખતી વેબસાઈટ એલ ડોરાડો અનુસાર, છેલ્લા 24 કલાકમાં દુનિયાના 15 સૌથી ગરમ સ્થળોમાં 11 સાથા માત્ર ભારતમાં જ છે, જ્યારે અન્ય સ્થળો પાડોશી દેશ પાકિસ્તાનના છે. ગરમીના કારણે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી રસ્તા સૂમસામ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન લોકો જરૂરી કામકાજ હોય, ત્યારે જ નીકળે છે.

એલ ડોરાડોના અનુસાર, ચૂરૂનું તાપમાન 50.3 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું છે. જ્યારે બીજા સ્થાન પર પાકિસ્તાનનું જાકોબાબાદ શહેર આવે છે, જ્યાંનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું છે. ચુરૂના જિલ્લા મેજિસ્ટ્રેટ રામ રતન સોનકરિયાએ જણાવ્યું કે, હીટવેવની એડવાઈજરી જાહેર કરવામાં આવી છે અને સરકારી હોસ્પિટલોમાં વધારાના AC, કૂલર અને દવાઓ સાથે ઈમરજન્સી વૉર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. ચૂરૂના માર્ગો પર પણ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી તાપમાન થોડું નીચુ રહે. જણાવી દઈએ કે, ચુરૂને થાર રણનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે.

આ અંગે રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું કે, રવિવારે હીટ સ્ટ્રોકના કારણે રાજસ્થાનના સીકર જિલ્લામાં એક ખેડૂતનો મોત નીપજ્યું છે. તેલંગાણામાં પણ છેલ્લા 3 અઠવાડિયમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત હીટસ્ટ્રોકના કારણે થયા છે.

રવિવારે નવી દિલ્હીનું તાપમાન 44.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. ફૂ઼ડ ડિલીવરી એપ જોમૈટોએ પોતાના ગ્રાહકોને ખાવાનું પહોંચાડવા આવનાર ડિલીવરી બૉયને એક ગ્લાસ ઠંડુ પાણી પીવડાવવાનો અનુરોધ કર્યો છે. પશ્ચિમ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ હીટવેવને લઈને સૂચનો આપવામાં આવ્યા છે. જ્યા સુધી ચોમાસુ શરૂના થાય, ત્યાં સુધી આવી જ સ્થિતિ રહેવાનું અનુમાન છે.

ગત મહિનાના હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, 6 જૂનના મૉનસૂન દક્ષિણી સમુદ્રીતટ પર પહોંચી શકે છે. ભારતની એકમાત્ર ખાનગી ફોરકાસ્ટર ‘સ્કાઈમેટ’એ જણાવ્યું કે, ત્રણ મહિનાની પ્રી-મૉનસૂન સિઝન 31મીં મેંના રોજ સમાપ્ત થઈ ગઈ છે. આ વખતે સરેરાશ 131.5 mm વરસાદ થવો જોઈતો હતો, જો કે તે માત્ર 99 mm રહ્યો.