Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > RBIની પ્રેસ કોન્ફ્રન્સ: વ્યાજદરોમાં ના કર્યો ફેરફાર, 10.5% GDP ગ્રોથનું અનુમાન

RBIની પ્રેસ કોન્ફ્રન્સ: વ્યાજદરોમાં ના કર્યો ફેરફાર, 10.5% GDP ગ્રોથનું અનુમાન

0
96

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ શુક્રવારે ક્રેડિટ પોલિસીની સમીક્ષાની જાહેરાત કરી છે. RBIએ આ વખતે પણ વ્યાજદરોમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી. સામાન્ય બજેટ પછી આશા લગાવીને બેસેલા મીડિલ ક્લાસને એક વખત ફરીથી નિરાશા હાથે લાગી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પ્રેસ કોન્ફ્રન્સે આની જાહેરાત કરી છે.

આરબીઆઈએ વ્યાજ દરોમાં કોઈ પરિવર્તન કર્યું છે, આનો અર્થ રેપો રેટ અત્યાર સુધી 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર જ રહેશે.

તમને જણાવી દઈએ કે, આરબીઆઈની નજર નાણાકીય ખોટને ઓછી કરવા ઉપર છે. એક્સપર્ટ આને લઈને પહેલા જ અંદાજો લગાવી રહ્યાં હતા કે, વ્યાજ દરોમાં કોઈ જ રીતનું પરિવર્તન કરવામાં આવશે નહીં. ઉલ્લેખનિય છે કે, સામાન્ય બજેટ 2021-22 રજૂ થયા પછી પ્રથમ વખત રિઝર્વ બેંકે ક્રેડિટ પોલીસીની સમીક્ષા કરી છે.

ડબલ ડિજિટમાં દોડશે અર્થવ્યવસ્થા, સુધાર તરફ અગ્રેસર

રિઝર્વે બેંકે આગામી નાણાકીય વર્ષ 2021-22માં જીડીપીમાં 10.5 ટકાનો વિકાસ થવાનો અંદાજ લગાવ્યો છે. જણાવી દઈએ કે, ઈકોનોમિક સર્વેમાં આ 11 ટકા હોવાનો અનુમાન લગાવવામાં આવ્યો છે.

RBI ગવર્નરે કહ્યું કે, ધીરે-ધીરે ઘરોના વેચાણમાં સુધાર થયો છે, સાથે જ હવે લોકોની ખર્ચ કરવાની ક્ષમતા એક વખત ફરીથી રિકવર થઈ રહી છે. હાલમાં જ જે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યો છે, તેમાં રોકાણની સ્થિતિ સુધરવાની આશા છે. શક્તિકાંત દાસ તરફથી પ્રેસ કોન્ફ્રન્સમાં કહેવામાં આવ્યું કે, જાન્યુઆરી-માર્ચ વચ્ચે મોંઘવારી દર 5.2 ટકા હોઈ શકે છે.

તેવું સતત ચોથી વખત થયું છે કે, જ્યારે MPCએ પોલિસી રેટમાં કોઈ જ પરિવર્તન ના કરવાનો નિર્ણ કર્યો છે. આરબીઆઈએ પાછલી વખત 22 મેના દિવસે પોતાની પોલીસી રેટમાં ફેરફાર કર્યા હતા. દાસે કહ્યું કે, 2020માં આપણા સામર્થ્યની પરીક્ષા થઈ અને 2021માં નવા આર્થિક યુગનું નિર્માણ થઈ રહ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat