Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતમાં 1 ઓગસ્ટ સુધી 10 લાખ કોવિડ મોત થવાનું અનુમાન: IHME

ભારતમાં 1 ઓગસ્ટ સુધી 10 લાખ કોવિડ મોત થવાનું અનુમાન: IHME

0
42

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ સંક્રમણના આંકડા અને તેનાથી થતા મોત વધતા જઇ રહ્યા છે. એક અમેરિકા સ્થિત ગ્લોબલ હેલ્થ રિસર્ચ સંસ્થાનું અનુમાન છે કે જો કડક પગલા ભરવામાં ના આવ્યા તો 1 ઓગસ્ટ સુધી ભારતમાં 10 લાખથી વધુ કોવિડ મોત થઇ શકે છે. આ પહેલા સંસ્થાએ આ તારીખ સુધી 960,000 મોતનું અનુમાન લગાવ્યુ હતું.

ઇંસ્ટીટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યૂએશન (IHME)એ પોલિસી બ્રીફિંગમાં કહ્યુ, “હેલ્થ સિસ્ટમ મજબૂત કરવા માટે કડક પગલા ભર્યા વગર સોશિયલ ડિસ્ટસિંગનું પાલન અને ફેસ માસ્કના પ્રભાવી ઉપયોગ વગર ભારતની સ્થિતિ ઘણી ખરાબ દેખાય છે.” IHME સીએટલ સ્થિત યૂનિવર્સિટી ઓફ વોશિંગ્ટનની સ્વતંત્ર રિસર્ચ વિંગ છે.

બ્રીફિંગમાં કહેવામાં આવ્યુ, “IHMEનું અનુમાન છે કે 1 ઓગસ્ટ 2021 સુધી ભારતમાં 1,019,000 કોવિડ મોત થઇ શકે છે. સૌથી ખરાબ સ્થિતિમાં મોતની સંખ્યા 12 લાખ સુધી થઇ શકે છે.” અનુમાન 25થી 30 એપ્રિલ વચ્ચેના ડેટા પર આધારિત છે.

જો યૂનિવર્સલ માસ્ક કવરેજ (95%) સુધી આગામી અઠવાડિયામાં મેળવી લેવામાં આવે તો આપણા મોડલના હિસાબથી 1 ઓગસ્ટ સુધી અનુમાનિત મોતમાં 73,000નો ઘટાડો આવી જશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર-દિલ્હી બાદ હવે આ રાજ્યોએ વધારી ચિંતા, કોરોનાના કેસોમાં મોટો ઉછાળો

ક્યા આધાર પર છે અનુમાન?

IHMEએ કહ્યુ કે તેનું અનુમાન આ વાત પર આધારિત છે કે શું થવાની સૌથી વધુ સંભાવના છે.IHMEએ કહ્યુ, જો વેક્સીનની ઝડપ વધારવામાં આવે અને સરકાર કોઇ રીતે સોશિયલ ડિસ્ટસિંગના નિયમને લાગુ કરે છે, તેની પર મોડલ આધારિત છે.

IHMEનું અનુમાન છે કે રોજ થઇ રહેલી કોવિડ મોતની પીક 20 મેએ થશે, જ્યારે એક દિવસમાં 12,000 મોત થઇ શકે છે. સંસ્થાએ પ્રથમ આ પીક માટે 16 મેની તારીખનું અનુમાન લગાવ્યુ હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat