ટાટા સન્સના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાઇરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન થયુ છે. મિસ્ત્રી કારથી અમદાવાદથી મુંબઇ જતા હતા. મુંબઇ પાસે તેમની કાર ડિવાઇડર સાથે ટકરાઇ હતી અને આ દૂર્ઘટના બની હતી. પોલીસે શરૂઆતની તપાસમાં દૂર્ઘટનાનું કારણ ઓવર સ્પિડ અને રૉન્ગ સાઇડથી ઓવરટેકને ગણાવ્યુ છે.
Advertisement
Advertisement
ભારતમાં રોડ અકસ્માતમાં દરરોજ 426થી વધુ લોકોના મોત થાય છે. જ્યારે રોડ અકસ્માતનું સૌથી મોટુ કારણ ઓવર સ્પીડ છે. વર્લ્ડ બેન્ક અનુસાર, ભારતમાં દર 4 મિનિટમાં રોડ અકસ્માતમાં એકનું મોત થાય છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ના રિપોર્ટ અનુસાર, 2021માં દેશભરમાં 4.03 લાખથી વધુ રોડ અકસ્માત થયા હતા જેમાં 1.55 લાખથી વધુ લોકોના મોત થયા હતા. દરરોજ 426થી વધુ લોકોના જીવ રોડ અકસ્માતમાં થયા છે. આ હિસાબથી દર કલાકે આશરે 18 લોકોના મોત થયા છે.
60 ટકા રોડ અકસ્માતનું કારણ ઓવર સ્પીડિંગ જ છે. ગત વર્ષે 4.03 લાખ દૂર્ઘટનામાં 2.40 લાખથી વધુ દૂર્ઘટના અને મોત ઓવર સ્પીડને કારણે થયા હતા. ઓવર સ્પીડને કારણે રોડ અકસ્માતમાં 87,050 લોકોના મોત થયા હતા જ્યારે 2.28 લાખથી વધુ લોકો ઘાયલ થયા હતા.
NCRBના રિપોર્ટ અનુસાર, ગત વર્ષે સૌથી વધુ રોડ અકસ્માત નેશનલ હાઇવે પર થયા હતા. ગત વર્ષે દેશભરમાં નેશનલ હાઇવે પર 1.22 લાખ રોડ દૂર્ઘટના થઇ હતી. આ દૂર્ઘટનામાં 53,615 લોકોના મોત થયા હતા. બીજી તરફ સ્ટેટ હાઇવે પર 96,451 દૂર્ઘટનામાં 39 હજારથી વધુ મોત થયા હતા. જ્યારે બીજી તરફ રોડ અકસ્માત પર 1.84 લાખ દૂર્ઘટના થઇ હતી જેમાં 62,967 લોકોના જીવ ગયા હતા.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે નેશનલ હાઇવે પર દર 100 કિમી પર 40 લોકોના મોત થયા હતા. સ્ટેટ હાઇવે પર દર 100 કિમી પર 21 જીવ ગયા હતા જ્યારે દેશભરની એવરેજ કાઢવામાં આવે તો દર 100 કિમી પર 2 લોકોના મોત થયા હતા.
Advertisement