Gujarat Exclusive > રાજનીતિ > બંગાળમાં ધ્રુવીકરણનનો દાવ ભાજપ પર જ પડ્યો ભારેઃ હિન્દુ મતદારોને રિઝવી ન શક્યો

બંગાળમાં ધ્રુવીકરણનનો દાવ ભાજપ પર જ પડ્યો ભારેઃ હિન્દુ મતદારોને રિઝવી ન શક્યો

0
60

TMCના રણનીતિકાર પીકેની વાત સાચી ઠરી- ભાજપના ધ્રુવીકરણનો ફાયદો તૃણમુલને વધુ થશે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપનો ધ્રુવીકરણનો દાવ (BJP polarization bet)તેના પર જ ભારે પડી ગયો. હિન્દુ કાર્ડ રમીને મમતા સરકાર મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરી હોવાનો બહોળો પ્રચાર-પ્રસાર કરી ભાજપે હિન્દુ મતદારોને પોતાની તરફ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં તેને સફળતા ન મળી ઉલટાનું મુસ્લિમ વોટર આ વખતે સંપૂર્ણપણે દીદી તરફી થઇ ગયા. જે અત્યાર સુધી કોંગ્રેસ લેફટમાં વહેંચાયેલા હતા.

અત્યાર સુધી આવેલા પરિણામો અને ઝોકમાંપણ એ વાત દેખાઇ રહી છે કે નોડાઉટ ભાજપે ગત વિધાનસભા કરતા ઘણી વધારે બેઠકો જીતવા તરફ પગરવ માંડ્યું છે. પરંતુ આનાથી ટીએમસીને નહીં પણ લેફ્ટ-કોંગ્રેસ ગઠબંધનને થયું છે. જ્યારે તૃણમુલ કોંગ્રેસને મુસ્લિમ બહગુમતીવાળા મતદાર ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સફળતા મળી રહી છે.

આ પણ વાંચોઃ નંદીગ્રામથી મમતા બેનર્જીએ શુભેન્દ્રુ અધિકારીને આપી માત

આ ખેલ એકતરફી નથીઃ પ્રશાંત કિશોર

ટીએમસીના રણનીતિકાર પ્રશાંત કિશોરે પણ કહ્યું હતું કે ભાજપના ધ્રુવીકરણના રાજકારણથી તેના કરતા વધુ લાભ ટીએમસી (BJP polarization bet)ને થશે. જો ભાજપ તરફે ધ્રુવીકરણ થઇ રહ્યું છે તો તૃણમુલ તરફ પણ થઇ રહ્યું છે આ ખેલ એક તરફી નથી. અને થઇ રહ્યું છે પણ આવું જ. મુસ્લિમ સમુદાયે કોંગ્રેસ-લેફ્ટ ગઠબંધનને બદલે મમતાની ટીએમસીને વોટ આપવાનું પસંદ કર્યું. એના પરિણામે જ મુસ્લિમ વર્ચસ્વવાળી બેઠકો પર ટીએમસીને એકતરફી જીત મળી રહી છે.

દીદીની સામે કેન્દ્રની આખી ટીમ

ભાજપે ખાસ કરીને કેન્દ્રીય મંત્રી અમિત શાહે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી બંગાળને જીતવાની લગભગ જીદ ડ પકડી હતી. તેથી એક માત્ર દીદીની સામે કેન્દ્રમાંથી પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, સ્મૃતિ ઇરાની, યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત આખી ટીમે બંગાળમાં જ ડેરો નાંખી દીધો હતો. પરંતુ તેઓ મમતાને પરાસ્ત કરી શક્યા નહી.

આ પણ વાંચોઃ TMC ને ભવ્ય વિજય અપાવનાર પ્રશાંત કિશોરે સંન્યાસ લેવાની જાહેરાત કરી

મમતા પર 2011થી મુસ્લિમ તૃષ્ટિકરણનો આરોપ

જો કે મમતા બેનરજી પર અત્યારે નહીં 2011થી જ મુસ્લિમ તૃષ્ટિકરણનો આરોપ લાગતો આવ્યો છે. ત્યારે સત્તામાં આવતા જ તેમણે ઇમામો માટે અઢી હજાર રુપિયાના ભથ્થાની જાહેરાત કરી દીધી હતી. તેમ છતાં મુસ્લિમ વોટર સંપૂર્ણપણે મમત તરફી થયો નહતો. તે કોંગ્રેસ-લેફટ અને તૃણમુલમાં વહેંચાયેલો હતો. પરંતુ હવે તે પૂર્ણપણે તૃણમુલના પક્ષે આવી ગયાનું લાગે છે.

એવું કહેવાય છે કે અહીંના હિન્દુઓ દેશના અન્ય ભાગ ખાસ કરીને ગુજરાત કરતા અલગ છે. તે મુસ્લિમોની દુકાનમાં બેસી બિરયાની ખાય છે. તેથી અહીંનું સામાજિક બંધાણ કેવું છે તે સમજી શકાય છે. ભાજપે મમતા સરકાર પર મુસ્લિમ તૃષ્ટિકરણનો આરોપ લગાવી હિન્દુ મતદારોને રિઝવવાનો ભગીરથ પ્રયાસ કર્યો. ભાજપના તમામ નેતાઓએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે મમતા માત્ર મુસલમાનોની પરવા કરે છે, તેમના માટે જ કામ કરે છે. કારણ કે તે તેની વોટ બેન્ક છે. પરંતુ મમતાને મુસ્લિમ પરસ્ત સાબિત કરવાનો ભાજપનો દાવ (BJP polarization bet) ઉલટો પડી ગયો.

બંગાળમાં મુસ્લિમ સમીકરણ

વર્ષ 2016 પર નજર કરીશું તો જણાશે કે મુસ્લિમોએ મમતાની પાર્ટીના પક્ષમાં મતદાન કર્યું હતું. તેમ છતાં મુસ્લિમ બહુમતીવાળા માલદા, મુર્શિદાબાદ, ઉત્તરી દીનાજપુર અને દક્ષિણ દીનાજપુર જિલ્લાના વોટરો લેફટ-કોંગ્રેસની સાથે હતો. 2016માં ટીએમસીએ બંગાળની 294માંથી 211 બેઠકો પર કબજો કર્યો હતો. પરંતુ આ ચારેય જિલ્લામાં કોંગ્રેસ-લેફટે ક્લીન સ્વીપ કર્યું હતું. ત્યારે ટીએમસીને 125 મુસ્લિમ વર્ચસ્વવાળી બેઠકોમાંથી 80 પર જીત મેળવી હતી. પણ માલદા, મુર્શિદાબાદ, ઉત્તર-દક્ષિણ જીનાજપુરની 49માંથી 36 બેઠકો કોંગ્રેસ-લેફટે જીતી હતી.

આ પણ વાંચોઃ પ.બંગાળ-તમિલનાડુમાં વિજયોત્સવમાં કોવિડ ગાઈડલાઈન્સના લીરેલીરા, ECએ આપ્યા FIRના આદેશ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat