Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખમાં ફેરફાર, 31 ઓગસ્ટ સુધી ભરી શકશો

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખમાં ફેરફાર, 31 ઓગસ્ટ સુધી ભરી શકશો

0
459

નાણામંત્રાલયે નાણાંકીય વર્ષ 2018-19ના ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return)ભરવાની તારીખને લંબાવી દીધી છે. હવે તમે 31 ઓગસ્ટ 2019 સુધી પોતાના રિટર્ન ફાઇલ કરી શકશો. પહેલા ITR ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2019 હતી. હવે લોકોને એક મહિનાનો વધારાનો સમય મળી ગયો છે. કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય પ્રત્યક્ષ કર બાર્ડ (Central Direct Taxes(CBDT,)એ આ નિર્ણય કર્યો છે.

જોકે તમને જણાવી દઈએ કે, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે ઇન્ડીવિઝ્યુઅલ્સ, હિન્દુ અવિભાજીત પરિવાર (HUF)અને જે લોકોને ખાતાની ઓડિટીંગની જરુર નથી, આ ત્રણ વર્ગો માટે જ અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2019 થઈ છે. કંપની અને કંપનીના વર્કિંગ પાર્ટનર્સ જેવા અન્ય વર્ગો માટે અંતિમ તારીખ 31 જુલાઈ છે.

આ વર્ષે CBDT એ TDS રિટર્ન (ફોર્મ 24Q)ની અંતિમ તારીખ 31 મે 2019થી વધીને 20 જૂન 2019 કરી દીધી હતી. આ સાથે ફોર્મ 16 રજૂ કરવાની અંતિમ તારીખ 15 જૂન 2019થી વધારીને 10 જુલાઈ 2019 કરી દેવામાં આવી હતી. આ પહેલા 24Q ફોર્મ ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 મે હતી. તેને વધારીને 30 જૂન કરી દેવામાં આવી હતી. આ કારણે કર્મચારીઓને આઈટીઆર ભરવા માટે ફોર્મ 16 લેટ મળ્યા હતા. તેમને 31 જુલાઈ 2019 સુધી રિટર્ન ફાઇલ કરવા માટે ફક્ત 21 દિવસનો સમય મળ્યો હતો.

કર્ણાટક: સરકાર પડી ભાગ્યા બાદ કુમારસ્વામીએ રાજ્યપાલને સોંપ્યુ રાજીનામું

જો કોઈ ટેક્સપેયર્સ અંતિમ તારીખ સુધી ITR ફાઇલ ન કરે તો દંડ ભરવો પડે છે. ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટના મતે 31 ઓગસ્ટ 2019 પછી 31 ડિસેમ્બર 2019 સુધી, ITR ફાઇલ કરે તો 5000 રુપિયા દંડ લાગશે. જો તમે 1 જાન્યુઆરી 2020થી 30 માર્ચ 2020 સુધી આઈટીઆર ફાઇલ કરે તો તમને 10 હજાર રુપિયા દંડ થશે. જેમની આવક 5 લાખ રુપિયાથી ઓછી છે તેમને લેટ ફાઇન તરીકે 1000 રુપિયા આપવા પડશે.