Gujarat Exclusive > ગુજરાત > NEET એક્ઝામ માટે પશ્ચિમ રેલ્વે ત્રણ સ્પેશિયલ ટ્રેન ચલાવશે

NEET એક્ઝામ માટે પશ્ચિમ રેલ્વે ત્રણ સ્પેશિયલ ટ્રેન ચલાવશે

0
53
  • વાપી થી અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે
  • સોમનાથથી અમદાવાદ પણ સ્પેશિયલ ટ્રેન ચાલશે
  • નિમચથી ભોપાલ સ્પેશિયલ ટ્રેન ચાલશે

અમદાવાદઃ કેન્દ્ર સરકારે NEETની 13મી તારીખે રવિવારે યોજાનારી પરીક્ષા અંગે વાપીથી અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન વાપી(Vapi)થી શનિવારે રાત્રે 23-10 વાગે ઉપડીને બીજા દિવસે સવારે પાંચ વાગે અમદાવાદ (Ahmedabad)પહોંચશે. આ જ ટ્રેન અમદાવાદ-વાપી સુપરફાસ્ટ સ્પેશિયલ 13મી તારીખે રાતે 23-10 વાગે નીકળીને બીજે દિવસે સવારે પાંચ વાગે સુરત પહોંચશે.

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન વલસાડ,નવસારી, સૂરત, અંકલેશ્વર, ભરુચ, વડોદરા, આણંદ અને નડિયાદ સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ હશે.

આ પણ વાંચોઃ સુરત: સ્વાભિમાની રિપબ્લિકન પક્ષના નેતાને મહિલાઓએ પટ્ટાથી ફટકાર્યો

પશ્ચિમ રેલવેએ આટલેથી ન અટકતા નીટની પરીક્ષા માટે ત્રણ પેરમાં સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.

રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસરના જણાવ્યા મુજબ આ ત્રણ ટ્રેન વાપી-અમદાવાદ, સોમનાથ-અમદાવાદ અને નિમચ ભોપાલ હશે.

સોમનાથ અમદાવાદની ટ્રેન શનિવારે રાત્રે સાડા નવ વાગે સોમનાથથી ઉપડશે અને તે અમદાવાદ બીજા દિવસે સવારે એટલે કે 13મી તારીખના રવિવારે સવારે સાડા પાંચ વાગે પહોંચશે. આ જ ટ્રેન 13 સપ્ટેમ્બર 2020ના રોજ અમદાવાદથી રાત્રે 9-10 વાગે ઉપડશે અને બીજા દિવસે સવારે એટલે કે સોમવારે સવારે 5-25 વાગે સોમનાથ પહોંચશે. આ ટ્રેન વેરાવળ, ચોરવાડ રોડ, માલિયા હટિના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોંડલ, ભક્તિ નગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટેશને આવતા અને જતા બંને વખત રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ હશે.

આ પણ વાંચોઃ પોલીસથી બચવા વરલી મટકાના ગેમ્બલરોએ તૈયાર કરી

જ્યારે નિમચ ભોપાલની સ્પેશિયલ ટ્રેન 12 સપ્ટેમ્બર શનિવારે સાંજે 6-40 વાગે નિમચથી ઉપડશે અને ભોપાલ બીજા દિવસે સવારે પાંચ વાગે પહોંચશે. આ જ રીતે વળતી વખતે તે રવિવારે રાત્રે આઠ વાગે ભોપાલથી ઉપડશે અને નિમચ બીજા દિવસે સવારે 6-15 વાગે પહોંચશે. આ ટ્રેન મંદસોર, રતલામ, બારનગર, ફતેહાબાદ, લક્ષ્મીબાઈ, દેવાસ, ઉજ્જૈન, સેશોર અને સંત હીરદારાનગર ખાતે આવતા અને જતા રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ સેકન્ડ ક્લાસ હશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નીટને લઈને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તેને અટકાવવા માટે મોટાપાયા પર વિવાદ ચગાવ્યો હતો. તેઓનું કહેવું હતું કે કોરોનાની વર્તમાન સ્થિતિમાં સરકારે આ પરીક્ષા યોજવી ન જોઈએ. પણ સરકારે તેમની વાત માની નહી અને આ પરીક્ષાના આયોજન સામેની અરજી સુપ્રીમ કોર્ટે પણ નકારી કાઢી.